શુભ મુહૂર્તમાં ખુલ્યા કેદારનાથ ધામના કપાટ

શુભ મુહૂર્તમાં ખુલ્યા કેદારનાથ ધામના કપાટ

(એજન્સી)      કેદારનાથ,તા.22:
કેદારનાથ ધામના કપાટ ભક્તો માટે ખુલી ગયા છે. ભગવાનની એક ઝલક મેળવવા માટે લાંબા સમયથી ચાલતી રાહનો આખરે અંત આવ્યો છે. કેદારનાથ ધામના કપાટ 22 એપ્રિલે એટલે આજે શુભ મુહૂર્ત દરમ્યાન ખોલવામાં આવ્યા. હવે બધા ભક્તો બાબા કેદારના આશીર્વાદ મેળવી શકશે. આ પ્રસંગે, મુખ્યમંત્રી પુષ્કર સિહ ધામી તેમની પત્ની ગીતા પુષ્કર ધામી સાથે કેદારનાથ ધામ પહોંચ્યા. મંદિર સંકુલને દિલ્હી અને પશ્ચિમ બંગાળથી ખાસ મંગાવવામાં આવેલા આશરે 51 ક્વિન્ટલ ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું છે.
'X' પર એક પોસ્ટમાં, સીએમ ધામીએ જણાવ્યું હતું કે આજે, શ્રી કેદારનાથ ધામના કપાટ ભક્તો માટે સંપૂર્ણ વિધિઓ અને વૈદિક મંત્રોના જાપ સાથે ખોલી દેવામાં આવ્યા છે.