શ્રીકષ્ટભંજનદેવ દાદાને ગુલાબ-ઓકિર્ડના ફૂલોનો દિવ્ય શણગાર અને મિક્સ અન્નકૂટ ધરાવાયો
(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.૧૧
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામખાતે પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણા વાળા)ની પ્રેરણાથી તથા કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે તા.૧૧-૪-૨૦૨૬, શનિવારના રોજ દાદાને અત્યંત એમ્બ્રોડરી વર્ક વાળા સુંદર વાઘા ધરાવી, સમગ્ર સિંહાસનને તાજાગુલાબ અને ઓકિર્ડના ફૂલોથી કલાત્મક રીતે સજાવવામાં આવ્યું હતું. સવારે ૫:૩૦ કલાકે પૂજારી સ્વામી દ્વારા દાદાની મંગળા આરતી કરવામાં આવી હતી. સવારે ૭ કલાકે પૂજ્ય સદ્.શ્રી નૌતમપ્રકાશદાસજી સ્વામીના દ્વારા શણગાર આરતી સંપન્ન થઈ હતી. મંદિરના પરિસરમાં વિશેષ મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યજમાનશ્રીએ આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. શનિવારનો પવિત્ર દિવસ હોવાથી વહેલી સવારથી જ હજારો હરિભક્તોએ દાદાના દિવ્ય દર્શન અને ફ્રૂટ,ફરસાણ,મીઠાઇ વગેરેનો મિક્સ અન્નકૂટની ઝાંખીનો લાભ લીધો હતો. સમગ્ર મંદિર પરિસર ‘જય કષ્ટભંજનદેવ‘ ના નાદથી ગુંજી ઉઠયું હતું.


