નાઈજેરીયામાં ISIS મથકો પર અમેરિકાનો હવાઈ હુમલો

નાઈજેરીયામાં ISIS મથકો પર અમેરિકાનો હવાઈ હુમલો

(એજન્સી)      વોશિંગ્ટન તા.૨૬ :
દુનિયાભરમાં ક્રિસમસ બાદ હવે નવા વર્ષની ઉજવણીની તૈયારી શરૂ થઈ છે તથા ક્રિસમસ-ટ્રી સહિતની રોશનીથી પશ્ચિમ સહિતના દેશો ઝળહળી ઉઠયા છે તે સમયે અમેરિકાએ આફ્રિકન દેશ નાઈજેરીયા પર હવાઈ હુમલા કર્યા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ‘મેરી ક્રિસમસ‘ ના સંદેશ સાથે આતંકી ગ્રુપ આઈએસઆઈએસના મથકો પર હવાઈ હુમલા કર્યા હોવાનું જાહેર કર્યુ હતું. હાલમાંજ સીરીયામાં પણ આ આતંકી સંગઠનના ઠેકાણાઓ પર અમેરિકી હવાઈદળમાં ભારે બોમ્બવર્ષા કરી છે.