અમેરીકાની ફેડરલ રીઝર્વએ વ્યાજદરમાં ઘટાડો જાહેર કર્યો : મુંબઈ શેરબજારમાં તેજી
(એજન્સી) મુંબઈ તા.૧૮
અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા છેવટે વ્યાજદરમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને તેને પગલે ભારતીય શેરબજાર ઝુમી ઉઠયુ છે. સેન્સેકસ 83000 ની સપાટીને પાર કરી ગયો હતો. બીજી તરફ સોના-ચાંદી તથા રૂપિયામાં ઘટાડો નોંધાયો હતો.
અમેરિકન પ્રમુખ વ્યાજદર ઘટાડવા ફેડરલ રિઝર્વ પર પ્રચંડ દબાણ કરતા હતા. છેલ્લી પાંચ બેઠકોથી વ્યાજ ઘટાડવામાં આવ્યું ન હતું. ચાલુ વર્ષે પ્રથમવાર વ્યાજમાં ઘટાડો કરાયો છે અને હજુ બે વખત તે ઘટાડવાની શકયતા દર્શાવી છે. વ્યાજદર ઘટાડાના આ ર્નિણયથી ભારતીય શેરબજારમાં તેજીનો તહેવાર‘ શરૂ થઈ ગયો હોય તેમ આજે સેન્સેકસમાં ઉછાળો નોંધાયો હતો.
ભારતીય શેરબજાર તેજીમાં ગેપથી ખુલ્યુ હતું અને તેજીના માર્ગે સતત આગળ દોડવા લાગ્યુ હતું. હેવીવેઈટથી માંડીને રોકડા સુધીના તમામ શેરોમાં ઉછાળો હતો.


