અમેરીકાએ ઈરાનમાં 140 સ્થળોએ મિસાઈલ - ડ્રોન હુમલા કર્યા : ઈરાને જવાબી કાર્યવાહીમાં કુવૈત, બહેરીન પર હુમલો કર્યો
તહેરાન તા.13
અમેરિકાએ રવિવારે ઈરાનમાં 140 ઠેકાણાઓ પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા. આ હુમલા કિશ્મ, સીરિક, બંદર અબ્બાસ, જાસ્ક, બુશેહર, ખોંદાબ, બંદર મહશહર, બેહબહાન, અંદીમેશ્ક, દેજફુલ, અહવાઝ, અબાદાન અને ખુર્રમશહર જેવા વિસ્તારોમાં કરવામાં આવ્યા.તેના જવાબમાં ઈરાને સોમવારે કુવૈત અને બહેરીનમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર હુમલાનો દાવો કર્યો. IRGC અનુસાર, કુવૈતના અલી અલ-સલેમ એરબેઝ પર ઈંધણ ટેન્ક અને પેટ્રિયટ એર ડિફેન્સ સિસ્ટમને નિશાન બનાવવામાં આવ્યા. સાથે જ અહમદ અલ-જાબેર એરબેઝના રડાર સિસ્ટમ પર પણ હુમલો કરવામાં આવ્યો.આ પહેલા IRGCએ બહેરીનના શેખ ઈસા એરબેઝ પર પણ હુમલાનો દાવો કર્યો હતો. સંગઠન અનુસાર, ત્યાં હેલિકોપ્ટર જાળવણી કેન્દ્ર, P-8 વિમાનના હેંગર અને અમેરિકી સેનાના ડ્રોન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને નિશાન બનાવવામાં આવ્યા.


