નારી વંદન ઉત્સવ અંતર્ગત માંગરોળ ખાતે  “મહિલાકલ્યાણદિવસ”ની ઉજવણી

નારી વંદન ઉત્સવ અંતર્ગત માંગરોળ ખાતે  “મહિલાકલ્યાણદિવસ”ની ઉજવણી

જૂનાગઢ,તા. ૭
નારી વંદન ઉત્સવના ભાગરૂપે આજ રોજ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. ગાંધીનગર અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “મહિલાકલ્યાણદિવસ”ની ઉજવણી, એસ.ડી.બી.હાઈસ્કુલ લોએજ,માંગરોળ  ખાતે કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં દીકરીઓને સરકારની સ્વરોજગારલક્ષી યોજનાઓ,તાલીમો અને બેન્કની સ્વ-રોજગારલક્ષી સબસીડી પાત્ર લોન તથા રોજગાર તેમજ કૌશલ્યલક્ષી અને ITI દ્રારા ચાલતા કોર્ષ અંગે સમજૂતી આપી હતી. આ ઉપરાંત મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મચારી દ્વારા મહિલા અને બાળવિકાસ વિભાગની મહિલાલક્ષી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મચારી DHEW અને OSCની ટીમ તેમજ વિધાર્થીનીઓ  હાજર રહી હતી.