પાકિસ્તાનના ક્વોટામાં આર્મી હેડક્વાટર પાસે બ્લાસ્ટ 10ના મોત, 32 ઘાયલ
આજે પાકિસ્તાનના ક્વેટા શહેરમાં ફ્રન્ટિયર કોન્સ્ટેબ્યુલરી (FC) મુખ્યાલય નજીક એક શેરીમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો, જેમાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા અને 32 લોકો ઘાયલ થયા. ક્વેટાના એસએસપી મોહમ્મદ બલોચના જણાવ્યા અનુસાર, વિસ્ફોટક ભરેલી ગાડી મોડલ ટાઉનથી હાલી રોડ તરફ જય રહી હતી ત્યારે વિસ્ફોટ થયો. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ કહ્યું હતું કે આ પાછળ તહરીક-એ-તાલિબાનના આતંકીઓનો હાથ હોય શકે..


