પોરબંદર આશાપુરા ચોક પાસે વેપારી અને તેના મિત્ર પર હુમલો કરનાર વધુ એક આરોપી ઝડપાયો
રાણાવાવમાં પ્રોહીબીશનના તથા મારામારીના ગુન્હામાં ફરાર હતો : ફરિયાદ બાદ એલસીબીએ ત્વરિત કાર્યવાહી કરી ૪ આરોપીઓને પકડી પાડયા હતા
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.30
પોરબંદરના રાધેશ્યામ પાર્ક વિસ્તારમાં રહેતા અને આશાપુરા ચોક પાસે બિલ્ડીંગ મટીરીયલ્સનો વેપાર કરતા પ્રતાપ રાજશીભાઈ મોઢવાડીયા (ઉ.વ.34) ઉપર પાંચ શખ્સોએ હુમલો કરી મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી આપવનો ગંભીર બનાવ બન્યો હતો.
આ અંગે પ્રતાપભાઈએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.અને કાયદાનું ભાન કારવ્યું છે અને પાંચમો આરોપી પકડાએલ ન હતો અને ફરાર હતો. ફરિયાદ મુજબ, ગત તા.17/04/2026ની રાત્રે પ્રતાપભાઈ તેમના મિત્રો નયન કેશવાલા અને પ્રકાશ ગોઢાણીયા સાથે છાંયા ચોકી પાસે જમવા ગયા હતા. ત્યારબાદ પ્રકાશ ગોઢાણીયાની બેગ ઓફિસ માં રહી જતા તેઓ ગત તા.18/04/2026ના મોડી રાત્રે આશરે સવા બારેક વાગ્યે બેગ લેવા પોતાની ‘શિવમ ટ્રેડર્સ’ દુકાને પહોંચ્યા હતા. આ દરમિયાન ત્યાં હાજર મયુર ઉર્ફે મયલો હરદાસ ઓડેદરા સહિતના ચાર શખ્સોએ પ્રતાપભાઈ ને અટકાવી “આ મારો એરીયો છે, અહીં આવવાનું નહીં” કહી તાકીદ કરી હતી. પ્રતાપભાઈએ પોતાની દુકાન હોવાની વાત કરતાં આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને વિશાલ ઉર્ફે વાકી ગોરાણીયા તથા માલદે ઉર્ફે જગીરો કુછડીયાએ ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. ગાળો બોલવાનો વિરોધ કરતા મયુર ઓડેદરા, કિશોર ગુરગટીયા સહિત પાંચેય શખ્સોએ ભેગા મળી પ્રતાપભાઈ પર લાફા-મુક્કા અને ઢીકા-પાટુનો માર કર્યો હતો. બચાવવા આવેલ મિત્ર નયન કેશવાલાને પણ ધક્કા મારી દૂર હટાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીઓએ બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ભાગી ગયા હતા. આ બાબતની ફરિયાદ નોંધાતા જ પોરબંદર એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. કાંબરીયા અને તેમની ટીમે ગણતરીના કલાકોમાં ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવી ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું અને પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી.તેમાં કિશોર સાજણભાઈ ગુરગટીયા એક બાકી પકડથી ફરાર હતો. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ સુચના આપેલ હોય.
જે સુચના અનુસંધાને રાણાવાવ ડીવીઝન વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયાનાઓના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી.ડાંગર તથા પો.સબ.ઇન્સ. આર.વી.મોરી તથા પોલીસ સ્ટાફના માણસો નાસતાફરતા આરોપીઓને પકડી પાડવા સતત પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પો.સબ. ઇન્સ્પેક્ટર આર.વી.મોરી તથા રાણાવાવ પો.સ્ટાફના માણસોને મળેલ સંયુકત હકિકત આધારે (1) રાણાવાવ પોલીસ સ્ટેશન તથા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહીતા-2023 કલમ 189 (2), 190, 191(2), 115 (2), 352, 351(3) મુજબના કુલ બે ગુન્હાના કામે નાસતા ફરતા ઊપર મુજબના ગુન્હામાં પકડવાના બાકી આરોપી કિશોર સાંજણ ગુરગુટીયા રહે. નવાપરા આદિત્યાણા તા.રાણાવાવ વાળાને અટક કરી રીકન્ટ્રક્શન પંચનામુ ઉદ્યોગનગર પોલીસે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


