બહાઉદ્દીન વિનયન કોલેજ જૂનાગઢ ખાતે SSIP યોજના હેઠળ બે વિદ્યાર્થી ટીમોની ગ્રાન્ટ મંજૂર કરાઈ

બહાઉદ્દીન વિનયન કોલેજ જૂનાગઢ ખાતે SSIP યોજના હેઠળ બે વિદ્યાર્થી ટીમોની ગ્રાન્ટ મંજૂર કરાઈ

જૂનાગઢ તા. ર૧
બહાઉદ્દીન આર્ટ્સ કોલેજ, જૂનાગઢ ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP) અંતર્ગત વિદ્યાર્થીઓમાં નવીનતા, સ્ટાર્ટઅપ તથા વ્યવસાયિક વિચારોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી નવીન પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને તેમના નવીન વિચારોને વસ્તવિકતામાં પરિવતિર્ત કરવા માટે કુલ 2,50,000/- સુધીની આર્થિક તેમજ માર્ગદર્શન સહાય આપવામાં આવે છે. વર્ષ 2025-26 દરમિયાન સંસ્થાના બે વિદ્યાર્થી સમૂહોને તેમના પ્રોજેક્ટ માટે Proof of Concept (PoC) ની કામગીરી કરવા આર્થિક સહાય મંજૂર કરવામાં આવેલ છે.
પ્રથમ ટીમ તરીકે દ્વિતીય વર્ષની વિદ્યાર્થીનીઓ માણેક પાયલ વી. તથા કટારા દેવાય કે. દ્વારા રજૂ કરાયેલા “હર્બલ સાબુ - પ્રાકૃતિક ઘટકો આધારિત ત્વચા-મૈત્રી સ્નાનસાબુ" પ્રોજેક્ટ માટે રૂપિયા ૭૦૦૦/- નો પ્રથમ હપ્તો ચૂકવવામાં આવેલ છે. બીજી ટીમ તરીકે એમ.એ. નાં વિદ્યાર્થીઓ તરીકે વિશાલ સાંજવા તથા વરુ સુમિત દ્વારા રજૂ કરાયેલા “ભૂલાઈ રહેલા ભારતીય મોસમી ફળોને નવું જીવન" પ્રોજેક્ટ માટે રૂપિયા ૧૯૦૦૦/- નો પ્રથમ હપ્તો ચૂકવવામાં આવેલ છે.
આ પ્રોજેક્ટ SSIP સ્કૂટીની સમિતિના સંપૂર્ણ મૂલ્યાંકન તથા માર્ગદર્શન હેઠળ મંજૂર કરવામાં આવેલ છે. આ યોજનાની સંપૂર્ણ કામગીરી સંસ્થાનાં આચાર્યશ્રી ડો. જે. આર. વાંઝાના માર્ગદર્શન હેઠળ SSIP કો-ઓડિર્નેટર ડૉ. દીપિકા કેવલાણી તથા SSIP સમિતિના સભ્યો પ્રો. આર. એચ. પરમાર, ડૉ. દીના લોઢીયા, ડૉ.જિગ્નેશ કાચા અને ડૉ. મેઘરાજ જાડેજા દ્વારા કરવામાં આવેલ હતી.