મુખ્યમંત્રી અને રાજયપાલની ઉપસ્થિતિમાં અમદાવાદના મોદી સ્ટેડીયમમાં મેગા રક્તદાન કેમ્પનો પ્રારંભ : ૧ દિવસમાં પાંચ લાખ યુનિટ બ્લડ એકત્ર કરાશે
(બ્યુરો) અમદાવાદ તા.૧૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજે ૭૫મા જન્મદિવસ અને અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના ૬૧મા સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ‘રક્તદાન અમૃત મહોત્સવ ૨.૦’ અંતર્ગત વિશ્વનું સૌથી મોટું મેગા બ્લડ ડોનેશન કેમ્પ ભવ્ય રીતે શરૂ કરવામાં આવ્યું છે. સૌથી મોટી સ્વૈચ્છિક રક્તદાન સંસ્થા- અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ (છમ્રૂઁ) અને અલગ-અલગ ૫૦ સંસ્થા સાથે મળીને રક્તદાન અમૃત મહોત્સવ ૨.૦" અંતર્ગત અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વનો સૌથી મોટો મેગા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. એક જ દિવસમાં ૫ લાખથી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવશે. સવારના ૭થી સાંજના ૭ વાગ્યા સુધી એમ ૧૨ કલાક આ બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ રહેશે.


