માણાવદરના પ્રસિદ્ધ હડમતાલી હનુમાન મંદિરે નવરાત્રીના પ્રારંભે તમામ ગરબીની બાળાઓને પ્રસાદી લેવડાવી
તમામ ગરબીની બાળાઓને ઇનામ આપવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા)
માણાવદર તા.૧ર
માણાવદરમાં નવરાત્રીના પાવન પર્વ નિમિતે ઠેર ઠેર ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં દર વર્ષે હડમતાલી હનુમાન મંદિરે બાળાઓને પ્રસાદ લેવડાવે છે તેમ આ વર્ષે પણ માણાવદર પંથકના પ્રસિદ્ધ હડમતાલી હનુમાન મંદિરે નવરાત્રીના પાવન પર્વની શરૂઆત થઈ છે ત્યારે શહેરભરની તમામ ગરબીની બાળાઓને મહા પ્રસાદી લેવડાવવામાં આવી હતી. ૬૦૦થી વધારે બાળાઓને મહા પ્રસાદી લેવડાવવા આવી હતી અને તમામ બાળાઓને ઇનામ આપ્યું હતું. આ પ્રસંગે હડમતાલી હનુમાન મંદિરના મહંત શ્રી રામદાસ બાપુએ આશીર્વાદ આપ્યા હતા સાથે હડમતાલી હનુમાન મંદિરના તમામ સંચાલકોએ મહા પ્રસાદી અને ઇનામ વિતરણ અને સમગ્ર કાર્યક્રમ કરેલ હતો.


