મધ્યપ્રદેશના શિવપુરીમાં સિંધિયા યુગની 500 વર્ષ જુની ઐતિહાસીક તોપની ચોરી

મધ્યપ્રદેશના શિવપુરીમાં સિંધિયા યુગની 500 વર્ષ જુની ઐતિહાસીક તોપની ચોરી

શિવપુરી તા.17:
એક ચોંકાવનારી ઘટનામાં મધ્યપ્રદેશના શિવપુરીમાં સિધિયા યુગની 500 વર્ષ જૂની ઐતિહાસિક તોપ ચોરાઈ ગઈ છે. જેમાં 30 ગુનેગારો ક્રેન-ટ્રકમાં આવ્યા અને 3,000 કિલોગ્રામની તોપ લઈને ભાગી ગયા. મધ્યપ્રદેશના શિવપુરીમાં આવેલા ઐતિહાસિક નરવર કિલ્લામાંથી 500 વર્ષ જૂની કિમતી અષ્ટધાતુ તોપ ચોરાઈ ગયાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. 25 થી 30 સશસ્ત્ર ગુનેગારોએ સુરક્ષા કર્મચારીઓને ધમકી આપીને આ ગુનો કર્યો હતો. પોલીસને આંતરરાષ્ટ્રીય પ્રાચીન વસ્તુઓની દાણચોરી કરતી ગેંગ પર શંકા છે.