માળીયાનાં રામવાવના પાટીયા નજીક પેટ્રોલ ભરવામાં મોડુ થતા ધમકી આપી - ૭ સામે ફરીયાદ
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા. ૯
માળીયા હાટીનાના રામવાવના પાટીયા નજીક આવેલ ખોડીયાર પેટ્રોલ પંપે પેટ્રોલ ભરવામાં મોડુ થતા ગાળાગાળી કરી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ૭ વિરૂધ્ધ ફરીયાદ નોંધાઈ છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયા હાટીના પોલીસ મથકે પરેશભાઈ ગોગધનભાઈ ખાંભલાએ વસીમ ખેબર, અબ્દુલ લાખા, સુફીયાન હુસેન ખેબર, રીયાજ બહાઉદીન ખેબર, અજીમ અલી ખેબર, રફીક સુલેમાન ખેબર અને નજીક જુસબ ખેબર વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીના હવાલાના પેટ્રોલ પંપ ખાતે આરોપી વસીમ ખેબર અને સુફીયાન ખેબર સપ્લેન્ડર મોટર સાયકલમાં પેટ્રોલ ભરાવવા આવતાા ફરીયાદી તથા સાહેદ જમતા હોવાથી પેટ્રોલ ભરવામાં મોડુ થયેલ હોય જેથી ફરીયાદી સાથે બોલાચાલી કરી જતા રહયા બાદ અન્ય આરોપીઓએ ફરીથી પેટ્રોલ પંપ ખાતે આવી ગાળાગાળી કરી ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


