યુપી-બિહારમાં ભારે વરસાદ-વાવાઝોડાનો મૃત્યુઆંક 48

યુપી-બિહારમાં ભારે વરસાદ-વાવાઝોડાનો મૃત્યુઆંક 48

ભોપાલ તા.30
દેશમાં ગરમી વચ્ચે 15 થી વધુ રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિહારમાં છેલ્લા 24 કલાકમાં વાવાઝોડા-વરસાદ અને વીજળી પડવાથી 17 લોકોના મોત થયા છે. પટનામાં વરસાદને કારણે 4 વિમાનો ડાયવર્ટ કરવામાં આવ્યા હતા, જ્યારે 18 ફ્લાઇટ્સ મોડી પડી હતી. જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આજે પણ રાજ્યના 25 જિલ્લામાં વરસાદની સંભાવના છે.
ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વાવાઝોડાને કારણે 31 લોકોના મોત થયા છે. સહારનપુરમાં ભારે વરસાદ બાદ પહાડી પરથી તેજ પ્રવાહ સાથે પાણી નીચે આવ્યું હતું.