રાણપુર ગામની સીમમાં ચાલતા જુગારધામ પર દરોડો - ૭ ઝડપાયા
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.રપ
ભેંસાણના રાણપુર ગામની સીમમાં ખેતરનાં મકાનમાં ચાલતા જુગારધામ પર ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી ૭ શખ્સોને રૂા.૩,પ૩,૯૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાણપુર ખંભાળીયા રોડ પર રાણપુરની સીમમાં આવેલ જગાભાઈ હીરજી મોણપરાની વાડીના મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમવા આવેલ રણજીત દેસા વાળા, રાજેશ ઉર્ફે બાલો ગાંડાલાલ અગ્રાવત, હીરેન ચંદુભાઈ જસાણી, અતુલ નરોતમ ઉનડકટ, અલ્તાફ રજાક કાબરા, મહેન્દ્ર હંસરાજ મોણપરા અને વલ્લભ ફુલા વોરાને રૂા.૮૧૪૪૦ રોકડ, રૂા.રપ૦૦ નાલના, ૭ મોબાઈલ, ઈકો કાર અને મોટર સાયકલ મળી કુલ રૂા.૩,પ૩,૯૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ જયારે જગા હીરજી મોણપરા હાજર નહી મળી આવતા પોલીસે તમામ વિરૂધ્ધ ગુારધારા કલમ ૪,પ મુજબ ગુનો નોંધી વધુુ તપાસ હાથ ધરી છે.


