દેશભરમાં આજે ગણેશ વિસર્જન : મુંબઈ, હૈદરાબાદ સહિતના મહાનગરોમાં ભારે સુરક્ષા વ્યવસ્થા

દેશભરમાં આજે ગણેશ વિસર્જન : મુંબઈ, હૈદરાબાદ સહિતના મહાનગરોમાં ભારે સુરક્ષા વ્યવસ્થા

નવી દિલ્હી તા.૨૫
આજે ગણેશ ઉત્સવનો છેલ્લો દિવસ છે. દેશભરમાં ગણેશ મૂતિર્ઓનું નદીઓ, તળાવો, સરોવરો અને કૃત્રિમ કુંડોમાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે. મુંબઈમાં ૨૫ હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત છે. વિસર્જન માટે ૩૮૩ કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે.
હૈદરાબાદમાં પણ ૨૫-૩૦ હજાર પોલીસકર્મીઓ સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળશે. દેખરેખ માટે ૨૪ ડ્રોન અને ૧૦ હજાર CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.
BMC અનુસાર, આ વર્ષે અત્યાર સુધી ૧૨ દિવસ સુધી ચાલનારા તહેવાર દરમિયાન દોઢ દિવસ, પાંચ દિવસ, છ દિવસ અને સાત દિવસના સમયમાં ૧,૬૩,૩૮૬ ગણપતિ મૂતિર્ઓનું વિસર્જન કરવામાં આવ્યું છે.