રૂા. ૧ લાખની કિંમતનાં કેન્સરનાં ઈન્જેકશનમાં પાણી અને બેકટેરીયા મળ્યા : કાળા કારોબારનો પર્દાફાશ

રૂા. ૧ લાખની કિંમતનાં કેન્સરનાં ઈન્જેકશનમાં પાણી અને બેકટેરીયા મળ્યા : કાળા કારોબારનો પર્દાફાશ

(એજન્સી)           બિકાનેર, તા.૨૬
જે ઇન્જેક્શનની કિંમત લગભગ એક લાખ રૂપિયા હોય અને જે ગરીબ કેન્સર દર્દીને મફત સારવાર માટે મળવા જોઇએ, જો તે ઇન્જેક્શન સરકારી હોસ્પીટલમાંથી ગાયબ થઇ બ્લેક માર્કેટમાં પહોંચી જાય તો સવાલ માત્ર ચોરીનો નથી, બ્લકે સવાલ એ પૂરી વ્યવસ્થા પર ઉઠે છે જેણે દર્દીની જિંદગી બચાવવાની હતી.
બીકાનેરની સરકારી કેન્સર હોસ્પીટલ સાથે સંકળાયેલ કથિત નેટવર્કમાં હવે તપાસમાં એવા દાવા સામે આવ્યા છે. જે વધુ પરેશાન કરનારા છે, દિલ્હીમાં પકડાયેલ એક લાખ રૂપિયાની કિંમતના ઇન્જેક્શનના સેમ્પલમાં કેન્સર સાથે લડનારા જરૂરી એક્ટિવ ઇન્ગ્રીડિસેન્ટ નહોતા મળ્યા, તેના બદલે પાણી અને બેકટેરિયા મળી આવ્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.