સોમનાથની પ્રજાપતિ ધર્મશાળાનાં બીજા માળનાં રવેશમાંથી યાત્રિક નીચે પટકાયો : સારવાર અપાઈ

સોમનાથની પ્રજાપતિ ધર્મશાળાનાં બીજા માળનાં રવેશમાંથી યાત્રિક નીચે પટકાયો : સારવાર અપાઈ

ગીર સોમનાથ તા. ર૬
સોમનાથની પ્રજાપતિ ધર્મશાળાનાં બીજા માળનાં રવેશમાંથી યાત્રિક નીચે પટકાતા તેને સારવાર આપવામાં આવી રહી છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર મુંબઈનાં ૪૦ વર્ષીય મહેશભાઈ ટાંક સોમનાથ દર્શને આવ્યા હતા અને પ્રજાપતિ ધર્મશાળાનાં બીજા માળે રવેશમાં ઉભા હતા ત્યારે અચાનક તેમને આંચકી આવતા નીચે પટકાયા હતા અને માથા અને હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી. પ્રથમ પ્રભાસ પાટણ સામુહિક આરોગ્ય કેન્દ્ર અને બાદમાં વેરાવળ સિવિલ હોસ્પીટલમાં તેમને ખસેડવામાં આવ્યા હતા. સમયસર સારવાર મળતા તેમની સ્થિતિ સારી હોવાનું જાણવા મળે છે.