સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા પરંપરાગત પિતૃ તર્પણ વિધિ સંપન્ન

સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા પરંપરાગત પિતૃ તર્પણ વિધિ સંપન્ન

(પ્રતિનિધિ દ્વારા)
પ્રભસા પાટણ, તા.૧૦
સોમનાથ ત્રિવેણી સંગમ ઘાટ ખાતે શ્રાવણ વદ તેરસના પાવન દિવસે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઇ કુહાડા તથા અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા દ્વારા વર્ષો જૂની પરંપરા મુજબ દિવંગત પિતૃઓની આત્માની શાંતિ અને સદ્ગતિ અર્થે શ્રાદ્ધ-તર્પણ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું.
વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા તેમજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડાની આગેવાનીમાં ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે દીપદાન અને પિંડદાનની વિધિ સંપન્ન કરાઈ હતી. પરંપરા અનુસાર કાવો-કસુંબો લીધા બાદ સમાજના કોટવાળ દ્વારા હાકલ કરવામાં આવી હતી. કોટવાળની હાકલ પડતાં જ ઉપસ્થિત સમગ્ર ખારવા સમાજના લોકોએ બ્રાહ્મણો પાસે પોતાના પિતૃઓ માટે દીવા પ્રગટાવી, પિંડ મૂકી તેમજ પીપળે પાણી રેડી પિતૃઓની મોક્ષપ્રાપ્તિ માટે પ્રાર્થના કરવામાં આવી.
આ ધાર્મિક પ્રસંગે ખારવા સમાજના પટેલ  જીતુભાઈ કુહાડા, ઉપ પટેલ બાબુભાઈ આગિયા, અધ્યક્ષ મોહનભાઈ ઓગિયા, મંત્રી નારણભાઈ બાંડીયા, વેરાવળ હોડી એસોસિઅનના પ્રમુખ હીરાભાઈ વધાવી, વેરાવળ શહેર ભાજપના ઉપ પ્રમુખ પૃથ્વીભાઈ ફોફંડી તથા ખારવા સમાજના આગેવાન વિનુભાઈ ભૂત્તિ, કિશોરભાઈ ગોહેલ, ચુનીભાઈ ચોમલ, ખારવા સમાજના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ પ્રકાશભાઈ માલમડી સહિતના સમાજના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ખારવા સમાજના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.