સરદારપરા ખાતે આવેલ આશાપુરા ગરબી મંડળનાં નવરાત્રી મહોત્સવમાં મેયર સહીતનાં અગ્રણીઓની ઉપસ્થિતિ

સરદારપરા ખાતે આવેલ આશાપુરા ગરબી મંડળનાં નવરાત્રી મહોત્સવમાં મેયર સહીતનાં અગ્રણીઓની ઉપસ્થિતિ

જૂનાગઢ તા. ૧૭
જૂનાગઢ શહેરમાં નવરાત્રી મહોત્સવ આસ્થાભેર ઉજવવામાં આવી રહેલ છે. આશાપુરા ગરબી મંડળ દ્વારા આયોજીત નવરાત્રી ઉજવણી અંતર્ગત બાળાઓનાં પ્રાચીન રાસ લેવામાં આવે છે. અને બાળાઓને પ્રોત્સાહન આપવા માટે વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવો ગરબી મંડળની મુલકાતે આવે છે. દરમ્યાન જૂનાગઢનાં સરદારપરા શેરી નં. ૩માં આવેલ આશાપુરા ગરબી મંડળમાં ગઈકાલે મેયર ધર્મેશભાઈ પોશીયા, કોર્પોરેટર પ્રવિણભાઈ વાઘેલા, ભાવેશભાઈ કયાડા સહીતનાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે આશાપુરા ગરબી મંડળ દ્વારા મહેમાનું સ્વાગત કરવામાં આવેલ હતું. અત્રે નોંધનીય છે કે આશાપુરા ગરબી મંડળમાં ફકત ૩ થી ૧૩ વર્ષની બાળાઓને જ રમાડવામાં આવે છે અને તે પણ બાળાઓ પાસેથી કોઈ પણ પ્રકારની ફી લીધા વગર નિ:શુલ્ક પ્રવેશ આપીને પ્રેકટીસ વિના બે દિવસ પહેલા જ નામ નોંધવામાં આવે છે. કોઈપણ જાતના ફરજિયાત ફાળા વગર માત્ર લોકોના સ્વૈચ્છિક સહયોગથી સુંદર આયોજન કરવામાં આવેલ છે. આ નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા માટે આશાપુરા ગરબી મંડળનાં તમામ સભ્યો ભારે જહેમત ઉઠાવી રહયા છે.