સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં આજે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં આજે વરસાદની આગાહી

(બ્યુરો)          અમદાવાદ તા.22
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ગરમીનો પારો ઊંચકાયો હતો. 43 ડિગ્રી સેલ્સિયસ આસપાસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો, અમદાવાદમાં છેલ્લા 3 થી 4 દિવસથી સતત ગરમીનો પારો 43.7 ડિગ્રી નોંધાયો હતો. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. રાજ્યમાં અન્ય વિસ્તારોમાં પણ છેલ્લા 24 ક્લાકમાં અંગ દઝાડતી ગરમી પડી હતી. જેમાં 9 શહેરોનું તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું છે. પવનની દિશા બદલાઈ જવાને કારણે રાજ્યના તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે છેલ્લા 24 કલાકમાં રાજ્યના દરેક શહેરોમાં મહત્તમ તાપમાન દોઢથી 2 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે આજે 22મે ના સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.