સ્વ.આશિષભાઈ જે. પારેખની સ્મૃતિને ચિરંજીવી બનાવવા ઝાંઝરડા શાખાનું નામકરણ ‘સ્વ. શ્રી આશિષભાઈ જે. પારેખ સ્મૃતિભવન’  કરાયું

સ્વ.આશિષભાઈ જે. પારેખની સ્મૃતિને ચિરંજીવી બનાવવા ઝાંઝરડા શાખાનું નામકરણ ‘સ્વ. શ્રી આશિષભાઈ જે. પારેખ સ્મૃતિભવન’  કરાયું

જૂનાગઢ, તા.૧પ
ધી જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક લિ. દ્વારા બેંકના પૂર્વ ચેરમેન સ્વ. શ્રી આશિષભાઈ જે. પારેખની બેન્ક પ્રત્યેની અવિસ્મરણીય સેવા અને અમૂલ્ય યોગદાનને સન્માનિત કરવા બેન્કની નવનિર્મિત ઝાંઝરડા શાખાનું નામકરણ "સ્વ. શ્રી આશિષભાઈ જે. પારેખ સ્મૃતિભવન” કરવામાં આવ્યું છે.
બેન્કના પથદર્શક ડોલરભાઈ કોટેચાની યાદીમાં જણાવ્યા મુજબ, સ્વ. શ્રી આશિષભાઈ પારેખનો પરિવાર બેંકની સ્થાપનાથી જ બેન્ક સાથે જાેડાયેલ રહ્યો છે. સ્વ. શ્રી આશિષભાઈ પારેખે વર્ષ ૨૦૦૩થી સતત ૨૧ વર્ષ સુધી બેંકના ચેરમેન સહિત વિવિધ હોદ્દાઓ પર રહી બેન્કની અવિરત સેવા કરી હતી.
બેન્કના વિકાસ અને પ્રગતિમાં સ્વ. શ્રી આશિષભાઈ પારેખનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેમની કાર્યનિષ્ઠા, દૂરંદેશી, સમર્પણ અને નિષ્કામ સેવાભાવ બેન્કના ઇતિહાસમાં હંમેશા સ્મરણીય રહેશે. 
તેમની નિષ્કામ સેવાની સ્મૃતિ ચિરંજીવી રહે તથા બેંક પ્રત્યેના તેમના અમૂલ્ય યોગદાનની યાદી આવનારી પેઢીઓ સુધી જળવાઈ રહે તે હેતુથી ઝાંઝરડા શાખાનું નામ “સ્વ. શ્રી આશિષભાઈ જે. પારેખ સ્મૃતિભવન” રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.
આ નામકરણ દ્વારા બેન્કે સ્વ. શ્રી આશિષભાઈ પારેખ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. ડોલરભાઈ એ વધુમાં જણાવેલ કે સ્વ.  આશીષભાઈનું જીવન અને બેન્ક પ્રત્યેનું સમર્પણ ભવિષ્યની પેઢીઓ માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત બની રહેશે.