હનુમાનગઢમાં ‘સેવા સેતુ’નો સેવાયજ્ઞ : ૯૦૦થી વધુ લાભાર્થીઓને સ્થળ પર જ વિવિધ સરકારી સેવાઓનો લાભ

હનુમાનગઢમાં ‘સેવા સેતુ’નો સેવાયજ્ઞ : ૯૦૦થી વધુ લાભાર્થીઓને સ્થળ પર જ વિવિધ સરકારી સેવાઓનો લાભ

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૬
પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના હનુમાનગઢ ગામે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત નાગરિકોને સરકારની વિવિધ સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે તે હેતુસર ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાનગઢ, આશિયાપાટ, બિલેશ્વર, રામગઢ અને ખંભાળા ગામોના ક્લસ્ટર માટે યોજાયેલા આ કાર્યક્રમમાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ સરકારી સેવાઓનો લાભ મેળવ્યો હતો. ‘સેવા સેતુ’ કાર્યક્રમ દરમિયાન આધારકાર્ડ, આયુષ્માન કાર્ડ, જાતિના દાખલા, ખેતીવાડી, સમાજ કલ્યાણ, પશુપાલન, મહેસૂલ તથા પંચાયત સહિતના વિવિધ વિભાગોની સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓનો ૯૦૦થી વધુ લાભાર્થીઓને એક જ દિવસે સ્થળ પર લાભ આપવામાં આવ્યો હતો.
આથી ગ્રામજનોને વિવિધ કચેરીઓના ધક્કા ખાવા વિના જરૂરી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ બની હતી. રાણાવાવ તાલુકાના મામલતદાર હર્ષદ પરમારની અધ્યક્ષતા તથા તાલુકા વિકાસ અધિકારી હિતેશ પરમારના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમને સફળ બનાવવા વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.