ખંભાળિયામાં શહીદ દિન નિમિત્તે કલેક્ટર કચેરી ખાતે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું

ખંભાળિયામાં શહીદ દિન નિમિત્તે કલેક્ટર કચેરી ખાતે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા, તા.૩૧
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વીર જવાનોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે, તેવા શહીદ વીરોની સ્મૃતિમાં ગઈકાલે શુક્રવારે શહીદ દિન નિમિત્તે સમગ્ર દેશ-રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ સવારે ૧૧ વાગ્યે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. જેમાં ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જાેટાણીયા સહિત વહિવટી તંત્રના સૌ અધિકારી-કર્મચારીઓએ શહીદ વીરોની સ્મૃતિમાં તેમજ શહીદો પ્રત્યે ઋણ અદા કરવા શ્રદ્ધા અને સન્માનની ભાવનાથી બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.