હોર્મુઝ માર્ગ બંધ થતાં પર્શિયન ગલ્ફમાં ૭૦૦ જહાજાે ફસાયા : સમુદ્રમાં ટ્રાફિકજામ
વિવિધ જહાજાેમાં રહેલા ર૦૦૦ ભારતીય નાવિકો ભયભીત : ભારત અને ચીન સિવાય કોઈપણ દેશના જહાજને ઈરાન હોર્મુઝમાંથી પસાર થવા દેતું નથી
(એજન્સી) તહેરાન તા.૧૭
ખાડી દેશના ‘પશિર્યન ગલ્ફ‘માં ફસાયેલા હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના કેપ્ટન રમણ કપૂરે એક વીડિયો જાહેર કરીને કહ્યું કે અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધના કારણે ૨૦ હજાર નાવિકોમાં ભયનો માહોલ છે. આમાં લગભગ ૨૦૦૦ ભારતીય નાવિકો છે. તેમણે કહ્યું કે ખાડી દેશોમાં યુદ્ધના કારણે ૫૦૦ થી ૭૦૦ દરિયાઈ જહાજો સમુદ્રમાં ફસાયેલા છે.
કેપ્ટન રમણે કહ્યું કે કોઈપણ શિપ પર ક્યારેય પણ હુમલો થઈ રહ્યો છે. ખાસ કરીને તે શિપ પર, જેમનો કોઈ પણ લિંક અમેરિકા અને ઇઝરાયલ સાથે છે, જો તેઓ મુવમેન્ટ શરૂ કરે છે. તેમણે કહ્યું કે ઇરાન ઇચ્છે છે કે પશિર્યન ગલ્ફમાંથી (ભારત અને ચીનને છોડીને) અન્ય દેશોના કોઈ પણ ઓઇલ ટેન્કર બહાર ન જાય.
કેપ્ટન રમણે કહ્યું કે અમારુ જહાજ પશિર્યન ગલ્ફમાં ફસાયેલું છે. તેઓ થોડા દિવસ પહેલા જ ઇરાકથી કાર્ગો લોડ કરીને આવ્યા છે. તેમની સ્થિતિ એવી છે કે તેઓ ન તો બહાર જઈ શકે છે અને ન તો રહી શકે છે. તેમની પાસે જહાજમાં સતર્ક રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. એરપોર્ટ અને દરિયાઈ માર્ગો બંધ છે.


