૧૦ સીગારેટનું પેકેટ પપ રૂપિયા મોંઘુ થયું  પાન-મસાલા પર ૮૮ ટકા તોતિંગ કર વસુલાશે

૧૦ સીગારેટનું પેકેટ પપ રૂપિયા મોંઘુ થયું  પાન-મસાલા પર ૮૮ ટકા તોતિંગ કર વસુલાશે

(એજન્સી)        નવી દિલ્હી તા.૨:
સિગારેટ પીનારાઓ માટે આ સારા સમાચાર નથી. ટોબેકોમાં વધારાની એક્સાઇઝ ડ્યુટી લાગુ થયા પછી, રવિવારથી સિગારેટના ભાવમાં ઓછામાં ઓછા રૂા.૨૨ થી રૂા.૨૫ પ્રતિ ૧૦ સિગારેટ પેકમાં વધારો થયો છે. વિતરકોના મતે, ૭૬ મીમી લંબાઈની પ્રીમિયમ સિગારેટ હવે બ્રાન્ડના આધારે રૂા.૫૦ થી રૂા.૫૫ પ્રતિ ૧૦ સિગારેટ પેકનો વધારો થયો છે.
વિલ્સ નેવી કટ જેવી લોકપ્રિય મધ્યમ શ્રેણીની સિગારેટ, જેની કિમત અગાઉ રૂા.૯૫ પ્રતિ પેક હતી, હવે તેની કિમત લગભગ રૂા.૧૨૦ થવાની ધારણા છે.
તેવી જ રીતે, ગોલ્ડ ફલેક લાઇટ્સ, વિલ્સ ક્લાસિક, અને વિલ્સ ક્લાસિક માઇલ્ડ્સ જેવી ૮૪-મિલિમીટર લાંબી સિગારેટ, જેની કિમત અગાઉ રૂા.૧૭૦  પ્રતિ પેક હતી, હવે તેની કિમત રૂા.૨૨૦ થી રૂા.૨૨૫ ની વચ્ચે હોવાની ધારણા છે. 
સરકાર નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માં પાન મસાલા ઉત્પાદન પર લાદવામાં આવેલા આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા સેસથી રૂ.૧૪,૦૦૦ કરોડની કમાણી કરવાની અપેક્ષા છે. ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ થી પાન મસાલા ઉત્પાદન પર લાદવામાં આવેલ આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા સેસ ૪૦ ટકા ય્જી્ થી અલગ છે. આ સેસની ગણતરી પાન મસાલા ઉત્પાદક કંપનીઓની ઉત્પાદન ક્ષમતાના આધારે કરવામાં આવશે. ૪૦% 
ય્જી્ ઉમેર્યા પછી, પાન મસાલા પરનો કુલ કરબોજ ૮૮% રહેશે. બજેટ દસ્તાવેજો અનુસાર, સરકાર ચાલુ નાણાકીય વર્ષના બાકીના બે મહિના (ફેબ્રુઆરી અને માર્ચ) માં આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકરમાંથી રૂ.૨,૩૩૦ કરોડ અને ૨૦૨૬-૨૭ માં રૂ.૧૪,૦૦૦ કરોડ એકત્ર કરવાની અપેક્ષા રાખે છે.