14 એપ્રિલ અગ્નિશમન દિવસ ગીર-સોમનાથ ફાયર બ્રિગેડ શહેર કે જીલ્લાની કોઈપણ આગને બુઝાવવા-રેસ્ક્યુ કરવા સક્ષ્મ અને કટીબધ્ધ

14 એપ્રિલ અગ્નિશમન દિવસ ગીર-સોમનાથ ફાયર બ્રિગેડ શહેર કે જીલ્લાની કોઈપણ આગને બુઝાવવા-રેસ્ક્યુ કરવા સક્ષ્મ અને કટીબધ્ધ

(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ-પાટણ તા.14
14 એપ્રિલ 1944ના ડોકમાં એસ.એસ. ર્ફોટ સ્ટાઈકન બોટમાં ભયંકર બ્લાસ્ટ સાથેની લાગેલી ભિષણ આગમાં વ્યાપક જાનમાલની ખુવારી થઈ હતી જેના અનુસંધાને ફાયર બ્રિગેડ સ્ટેશનોએ 14 એપ્રિલ અગ્નિશમન દિવસ ઉજવાય છે. આ આગમાં આગ બુઝાવતા 66 ફાયર બ્રિગેડના જવાનો શહીદ થયા હતા. તેમના આત્માને શાંતિ અર્પવા શોકદર્ક કાર્યક્રમ યોજાય છે.
ગીર-સોમનાથ જીલ્લા ફાયર બ્રિગેડ સ્ટેશન-વેરાવળ ખાતે આવેલું છે. જેના સ્ટેશન ઓફિસર રવિરાજસિંહ ચાવડા કહે છે અમારા જીલ્લાનું આ મોડલ ફાયર સ્ટેશન છે. જેમાં 1200 ટન પાણી સમાવી શકે તેવા 3 વોટર બ્રાઉઝર છે. એક રેસ્ક્યુ વ્હીકલ છે ઉપરાંત તાજેતરમાં જ એક ટીટીએલ બિલ્ડીંગમાંથી રેસ્કયુ કરવા માટે રપ મીટર ઉંચી લેડર ગાડી પણ છે. રેસ્કયુ વ્હીકલમાં ઈમરજન્સી ઈમારત તોડવા, ઝાડ તોડી રસ્તો કાઢવા, પડેલા બિલ્ડીંગના સ્લેબને ઉંચકવા કે કાપવા, રસ્તા ઉપર વાવાઝોડા સમયે પડેલ ઈલેકટ્રીક થાંભલાઓ ખસેડવા, ડુબતા માણસોને બચાવવા બોયા ફોમ ટ્રોલી, જનરેટર, વાયરલેસ સાથે કુલ 14 જવાનોનો સ્ટાફ છે. જે ત્રણ સિફટમાં કાર્યરત છે. અમારા સ્ટાફમાં રવિરાજસિંહ ચાવડા ઉપરાંત પ્રતિકદાન ગઢવી, સુનિલ ચુડાસમા, ભૌમિક પરમાર સહિત તમામ સભ્યો સદાય એલર્ટ રહે છે. એટલું જ નહી વીવીઆઈપી મુવેમેન્ટ સમયે અગ્નિશમન દળ ચાંપતી દેખરેખ સાથે ફરજમાં જાેડાય છે. લોકો આગથી બચી શકે તે માટે શાળા-કોલેજાેમાં તથા સોસાયટીઓમાં આગ ન લાગે તેવી જાગૃતિને લગતા કાર્યક્રમો પણ યોજતા રહીએ છીએ અને વહીવટી તંત્ર સાથે સંલગ્ન રહી હોસ્પિટલો, સરકારી કચેરીઓમાં સૌને આગ સામે રક્ષણ મેળવવા તાલીમબધ્ધ પણ કરતા રહીએ છીએ.