AAC બ્લોક્સથી AAC વોલ પેનલ્સ સુધી : લાર્જ-સ્કેલ કન્સ્ટ્રક્શન માટે બિગબ્લોક દ્વારા ઝડપી અને વધુ સુવિધાજનક વોલિંગ સોલ્યુશન્સ

AAC બ્લોક્સથી AAC વોલ પેનલ્સ સુધી : લાર્જ-સ્કેલ કન્સ્ટ્રક્શન માટે બિગબ્લોક દ્વારા ઝડપી અને વધુ સુવિધાજનક વોલિંગ સોલ્યુશન્સ

અમદાવાદ, તા.ર૪
ભારતમાં લાર્જ-સ્કેલ કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં કામ ઝડપથી પૂરૂ કરવા, વધુ એકરૂપતા જાળવવા અને લેબર તથા મટિરિયલનો વધુ કાર્યક્ષમ ઉપયોગ કરવા ઉપર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં, આધુનિક વોલિંગ માટે AAC વોલ પેનલ્સ એક મહત્વપૂર્ણ આગામી પગલું બની રહી છે. Bigbloc Construction, ZMARTBUILD WALL AAC વોલ પેનલ્સ સાથે AAC બ્લોક્સથી આગળ વધીને પોતાના વોલિંગ પોર્ટફોલિયોને વિસ્તારી રહી છે. ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવતી આ પેનલ્સ ઝડપી ઇન્સ્ટોલેશન, પ્રોજેક્ટની જરૂરિયાત મુજબના સાઇઝિંગ અને કન્સ્ટ્રક્શનનું કામ વધુ સુનિશ્ચિત રીતે પૂર્ણ કરવામાં મદદ કરી શકે છે. ભારતમાં કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં પ્રોજેક્ટની સમયમર્યાદા, મોટા પાયે બાંધકામ અને કામમાં એકરૂપતા જાળવવાની જરૂરિયાતનું મહત્વ સતત વધી રહ્યું છે. ડેટા સેન્ટર્સ, વેરહાઉસ, ઇન્ડસ્ટ્રિયલ ફેસિલિટીઝ, મોટા રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ્સ અને અન્ય મોટા પ્રોજેક્ટ્સ માટે એવી કન્સ્ટ્રકશન પદ્ધતિઓની જરૂર છે, જે ક્વોલિટી સાથે સમાધાન કર્યા વિના ઝડપથી કામ પૂરૂ કરી શકે. સાથે જ, લેબરની ઉપલબ્ધતા અને સાઇટ પર વિવિધ કામગીરી વચ્ચે કો-ઓર્ડિનેશન જાળવવાની જટિલતાને કારણે ડેવલપર્સ અને કોન્ટ્રાક્ટર્સ વધુને વધુ કામ નિયંત્રિત મેન્યુફેકચરિંગ વાતાવરણમાં કરવાની રીતો તરફ ધ્યાન આપી રહ્યા છે.