માંગરોળ પોલીસે દવાની આડમાં આવી રહેલ તંબાકુનો જથ્થો પકડયો

0

માંગરોળમાં કેશોદ ચોકડી પાસેથી બાતમીનાં આધારે પીએસઆઈ આર.આર. ચોહાણે પોલીસ સ્ટાફ, નથુભાઈ વાઢેર, વિક્રમસિંહ, કમલેશભાઈ, ઈન્દ્રજીતને સાથે વોચ ગોઠવી તંબાકુ(જનમોહન) ર૪૦ પેકેટ કીંમત રૂ. ૩૩૬૦૦નાં મુદ્દામાલ સાથે પકડી પાડેલ હતી. માંગરોળમાં લોકડાઉનાની આડમાં બીડી-તંબાકુની અંદર ખાને કાળા બજાર ચાલી રહ્યા હોવાનું જાણવા મળે છે. બીડીનાં વ્યસનીઓ એક બીડીની ઝૂડીનાં ૮૦થી ૧ર૦માં પણ ખરીદવા મજબુર થયા છે. દવાની આડમાં ટ્રાન્સપોર્ટમાં આવેલ માલને કેશોદથી માંગરોળ લઈને આવી રહેલ માલ સાથે અકે આરોપીની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આગળની તપાસ પીએસઆઈ આર.આર. ચોહાણ ચલાવી રહ્યાં છે.

error: Content is protected !!