જૂનાગઢ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કોરોના- લોકડાઉનને લઈ શહેરના વિસ્તારોમાં રોજ ગાયો માટે લીલો ઘાસચારો, પક્ષીઓ માટે ચણ તથા શેરીના કુતરાઓને રોટલી, બિસ્કીટ આપવાનું સેવાકાર્ય થઈ રહ્યું છે.સ ગિરનાર તળેટી, ભવનાથ, ઉપરકોટ, લોહાણા મહાજનવાડી, જવાહર રોડ, ગિરનાર દરવાજા, દાતાર રોડ, કાળવા ચોક, દિવાન ચોક, રંગમહેલ ડેલામાં, આઝાદ ચોક, વણજારી ચોક, તળાવ દરવાજા, જલારામ સોસાયટી, લોઢીયા વાડી, લક્ષ્મીનગર, હાજીયાણી બાગ, હાઉસીંગ બોર્ડ, ધારાનગર, આંબેડકરનગર સહીતના વિસ્તારોમાં મુંગાજીવ, ગાયોઓને લીલો ઘાસ ચારો અને શેરીના શ્વાનને બીસ્કીટ અને રોટલી, પક્ષીઓને ચણ આપવામાં આવી રહ્યું છે. આ સેવા કાર્યમાં ભરતભાઈ ભિંડી, જયેશભાઈ ખેસવાણી, અરવીંદભાઈ સોલંકી, સંદીપભાઈ કોટેચા, સંદીપભાઈ પેથાણી, ભાવિનભાઈ બારોટ, કિશનભાઈ ભટ્ટ, અલ્પેશભાઈ ગોસ્વામી, શૈલેષભાઈ પંડયા, જયેશભાઈ કુબાવત, વિશાલભાઈ ચૌહાણ, ધર્મેશભાઈ પટેલ સહીતના કાર્યકરો ઉત્સાહભેર જાડાય રહ્યા છે.