જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં શનિ-રવિ એમ ૨ દિવસમાં ૨૧૧૬ કવિન્ટલ ઘઉંની હરરાજી

0

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ દ્વારા અનાજ કઠોળની તથા ખેતીની જણસોની હરરાજી માટે રાજ્ય સરકારની સૂચના મુજબ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તા ૧૭ અને ૧૮ બે દિવસ દરમ્યાન ૨૧૧૬ કવિન્ટલ ઘઉંની હરરાજી થઈ છે. જેમાં ખેડૂતોને ઘઉંની ગુણવત્તા મુજબ રૂ.૩૦૦ થી ૪૦૭ ભાવ મળેલ છે. માર્કેટીંગ યાર્ડના ચેરમેન ભીખાભાઇ ગજેરા અને વાઈસ ચેરમેન નટુભાઇ પટોળિયા તથા જિલ્લા રજીસ્ટ્રાર ખરાડીના માર્ગદર્શન તળે કોરોના સંદર્ભે આરોગ્ય વિભાગની ગાઈડલાઇન જાળવી હરરાજી થાય તેની પૂરતી તકેદારી લેવામાં આવે છે. હરરાજીમાં આવતા માલમાં ૨ વાહન વચ્ચે ૧૦ ફૂટનું અંતર,તોલાઈ વખતે એજન્ટ ખેડૂત અને મજૂર વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ જાળવવામાં આવેલ છે.
યાર્ડના સેક્રેટરી પી. એસ. ગજેરાના જણાવ્યા મુજબ અગાઉથી ટેલિફોન દ્વારા રજીસ્ટ્રેશન થયેલા ખેડૂતોને ક્રમ મુજબ વેંચાણ માટે બોલાવવામાં આવે છે. ખેડૂતો. વેપારીઓ શ્રમીકો અને યાર્ડ સાથે સંકળાયેલા તમામ લોકોનું ગેઈટ ઉપર સેનીટાઈઝેશન કર્યા બાદ ફરજીયાત માસ્ક પહેરેલ હોય તેનેજ માર્કેટીંગ યાર્ડમાં પ્રવેશ આપવામાં આવે છે. તેમજ સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા વારંવાર સુચનાઓ માઈક દ્વારા કરવામાં આવે છે.

error: Content is protected !!