ઉનાળાનાં ધમધોખતા તડકામાં બંદોબસ્તમાં રહેલ જવાનો માટે છાંયડા અને ઠંડકની વ્યવસ્થા કરાઈ

0

હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોય તમામ થાણા અમલદારોને કાયદાનું પાલન કરાવવા કાર્યવાહી કરવા જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. ઉપરાંત ઉનાળાના ધોમધખતા તડકામાં બંદોબસ્તમાં રહેલ પોલીસ માટે છાંયડા અને ઠંડક માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે.
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘના ધ્યાને આવેલ કે બપોરના સમયે પોઇન્ટ ઉપર બંદોબસ્તમાં ખડેપગે ઉભેલી પોલીસ માટે છાંયડાની કોઈ વ્યવસ્થા નથી. જેથી આ બાબતે આપવામાં આવેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી. બારીયાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ સર્કલના પી.આઈ. ગામીત, ટ્રાફિક પીએસઆઇ એ.સી. ઝાલા, તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.યુ.સોલંકી તથા સ્ટાફ દ્વારા જૂનાગઢ તાલુકા વિસ્તારમાં સાબલપૂર ચેકપોસ્ટ જેવી જગ્યાએ એફ.એમ. રેડિયો દ્વારા જૂનાગઢના આર.જે.અજય તથા આર.જે. નીતિન હરિયાણી દ્વારા તડકાના રક્ષણ માટે ટેન્ટની તથા તડકાના રક્ષણ માટે જ ચાર રસ્તા ઉપર ચેકીંગ કરવા વિશિષ્ટ પ્રકારણની પાંચ છત્રીઓની વ્યવસ્થા કરવામાં આવેલ છે. એફ.એમ. રેડિયો દ્વારા જૂનાગઢના આર.જે. અજય તથા આર.જે. નીતિન હરિયાણી દ્વારા તડકાના રક્ષણ માટે કુલ ૧૫ જેટલી છત્રીઓ આપવામાં આવેલ છે, જેના દ્વારા બપોરના સમયે પોલીસને બંદોબસ્ત કરવા માટે તડકા સામે રક્ષણ મળશે.
આ ઉપરાંત ડીવાયએસપી આર.વી. ડામોરના માર્ગદર્શન હેઠળ રિઝર્વ પોલીસ સબ ઇન્સ. પિયુષ જોશી તથા હેડ કવાર્ટરના પોલીસ સ્ટાફ દ્વારા લીંબુ સરબત, છાસની વ્યવસ્થા કરી, બપોરના સમયે બંદોબસ્તમાં રહેલ પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, ફોરેસ્ટ સહિતના પોલિસ જવાનોને લીંબુ સરબત અને છાસ પાવાની પણ અવિરત વ્યવસ્થા કરવામાં આવેલ છે. બપોરના સમયે બંદોબસ્તમાં રહેલ પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, ફોરેસ્ટ, સહિતના પોલિસ જવાનોને લીંબુ સરબત, છાસ મળતા, બંદોબસ્તમાં રહેલ જવાનોને શીતળતા મળે છે.

error: Content is protected !!