બંદોબસ્તમાં ખડેપગે ઉભેલી પોલીસની સલામતી માટે ફેઈસ શિલ્ડ, માસ્ક અને સેનેટાઇઝરની વ્યવસ્થા કરાઈ

0

હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોય તમામ થાણા અમલદારોને કાયદાનું પાલન કરાવવા કાર્યવાહી કરવા જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. ઉપરાંત ઉનાળાના ધોમધખતા તડકામાં બંદોબસ્તમાં રહેલ પોલીસ માટે સલામતી અને સુરક્ષાની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે.
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા પોઇન્ટ ઉપર બંદોબસ્તમાં ખડેપગે ઉભેલી પોલીસની સલામતી માટે પૂરતા પ્રમાણમાં માસ્ક અને સેનેટાઇઝરની વ્યવસ્થા કરવામાં કરવામાં આવેલ છે. તેઓ દ્વારા બંદોબસ્તમાં રહેલ જવાનોની કોરોના વાયરસ સામે સુરક્ષા અને સલામતી બાબતે આપવામાં આવેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી. બારીયાના માર્ગદર્શન હેઠળ મારવાડી શેર્સ એન્ડ ફાઇનાન્સ લિમિટેડ, જૂનાગઢના સુધીરભાઈ સેજપાલના સૌજન્યથી જૂનાગઢ શહેરમાં ફરજ બજાવતા સ્ટાફને કોરોના વાયરસ સામે રક્ષણ માટે ખાસ પ્રકારના ફેઇસ શિલ્ડ બનાવી ૫૦૦ જેટલા ફેઈસ શિલ્ડ આપવામાં આવ્યા હતા. આ ફેઈસ શિલ્ડ પૈકી ૨૦૦ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, ૨૦૦ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તથા ૧૦૦ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ છે. આ ફેઈસ શીલડના કારણે બંદોબસ્ટમાં રહેલ પોલોસનું કોરાના વાયરસ સામે રક્ષણ મળશે અને તેને સેનેટાઈઝ પણ કરીને ફરીથી બંદોબસ્ત દરમ્યાન ઉપયોગ કરી શકાશે. જેના દ્વારા પોલીસને બંદોબસ્ત કરવા માટે કોરોના વાયરસ સામે રક્ષણ મળશે. જૂનાગઢ પોલીસ દ્વારા મારવાડી શેર્સ એન્ડ ફાઇનાન્સ લિમિટેડ, જૂનાગઢના સુધીરભાઈ સેજપાલ તથા તેમની ટીમ નો આભાર માનવામાં આવેલ હતો.

error: Content is protected !!