લોકડાઉનના સમયમાં પાણીની સંભવિત મુશ્કેલીઓ સામે માસ્ટર પ્લાન ઘડી કાઢવા જૂનાગઢ કમિશ્નરને રજુઆત

જૂનાગઢ મહાનગરપાલિકાનાં પૂર્વ કોર્પોરેટર અને વોટરવર્કસ વિભાગનાં પૂર્વ ચેરમેન મુકેશ ધોળકીયાએ મહાનગરપાલિકાનાં કમિશ્નરને એક પત્ર પાઠવી અને લોકડાઉનનાં સમયમાં સંભવિત પાણીની મુશ્કેલી સામે માસ્ટર પ્લાન ઘડી કાઢવા રજુઆત કરી છે. આ પત્રમાં વધુમાં જણાવેલ છે કે આગામી દિવસોમાં ભુતકાળની જેમ આ વખતે પણ પાણીની ભયાનક સ્થિતી ઉભી થનાર છે. કારણ કે મનપા તંત્ર દ્વારા આ દિશામાં અગાઉ કોઈ લાંબા ગાળાની યોજના ગણીને કોઈ પ્લાન તૈયાર કર્યો હોય તેવું જણાતું નથી માટે આવા સંજાગોમાં મનપા તંત્ર દ્વારા પાણીની સંભવિત તકલીફોની અનેક બાબતો પરત્વે આગોતરૂં આયોજન કરી પાણીની અછતનો સામનો કરવા માસ્ટર પ્લાન બનાવીને કાયમી પાણીનો સ્ટોક ઉભો કરવાની માંગણી ઉઠવા પામી છે. તેમજ હાલ હંગામી વ્યવસ્થા ઉભી કરી અને પાણીની સંભવિત સમસ્યાઓનો મક્કમ મુકાબલો કરવો જાઈએ.
આવા આગોતરા આયોજનના ભાગરૂપે મનપા તંત્ર દ્વારા શહેરની આજની વોટરની તમામ બાબતોનું નિરીક્ષણ કરવું જાઈએ જેમાં હાલ કેટલા હેન્ડપંપ છે ? કેટલા ઈલે.મોટર સહિતના પંપ છે ? કેટલા ચાલુ છે ? કેટલા બંધ છે ? કેટલા બોરમાં ઉંડાણમાં વધુ પાઈપ નાંખીને પાણી આપતા કરવા જાઈએ ? કેટલાક વિસ્તારમાં પાણી સપ્લાય લાઈન હયાત છે ? કેટલામાં નાખવાની બાકી છે ? કેટલામાં નાખવાની જરૂરીયાત છે ? તેનો પ્લાન કરવો જાઈએ. હાલના જૂનાગઢને પાણી પુરૂં પાડતાં હસ્નાપુર ડેમ, વિલિગ્ડન ડેમ તથા આણંદપુર ડેમની હાલની સ્થિતી શું છે ? તેમાં કેટલાં પાણીનો સ્ટોક છે ? અને આપણે વિતરણ વ્યવસ્થા દરમ્યાન કેટલું પાણી તેમાંથી વપરાશ માટે જાઈએ ? તેના પણ ડેટા તૈયાર કરીને આ ડેમમાં શક્ય હોટ તેટલું રિઝર્વ પાણી રાખવાનું પણ પ્લાનિંગ કરવું જાઈએ.આજ ડેમમાંથી હાલ જૂનાગઢ શહેરમાં પાણી પહોંચાડવાની મુખ્ય પાઈપ લાઈન ડેમમાંથી આપણા સમ્પ સુધી આવે છે. આવી મુખ્ય પાઈપલાઈનમાં હાલ કઈ જગ્યાએ નાનું કે મોટું લીકેજ છે ? અને તેને ક્યાંથી અને કેમ રિપેરીંગ કરી શકાય તેમ છે ? તેનું પણ પ્લાનિંગ કરવું જાઈએ. શહેરની પાણી વિતરણ વ્યવસ્થાની હાલની હયાત સપ્લાય કેટલી લાઈન છે ? કેટલી લાઈનોમાં લીકેજ છે ? કેટલી નવી લાઈનો નાખવાની જરૂરીયાત છે ? ૧ થી ૧પ વોર્ડમાં સમતોલ પણે પાણી મળે છે કે કેમ ? કેટલી નવી લાઈન જે તે વિસ્તારમાં નવા પ્લાનિંગ હેઠળ છે ? તેવી બધી જ બાબતોનું નિરીક્ષણ કરીને રીપેરીંગ અને નવી લાઈન નાખવાનું પ્લાનિંગ કરવું જાઈએ. જાહેર પાણી વિતરણ વ્યવસ્થામાં મુખ્ય સાધન એટલે કે સમ્પ હોય છે આ પૈકીનાં કેટલા સમ્પ હયાત છે ? કેટલા નવા બનાવવાનું કેવું આયોજન છે ? કેટલા બનાવવાની કામગીરી ચાલુ છે ? તેવી બાબતોનો પણ નીરીક્ષણ કરીને આવા કામો ઝડપભેર પૂર્ણ કરવા જોઈએ.  પાણી વિતરણની ઉત્તમ વ્યવસ્થા કરવા માટે શહેરમાં ઓછામાં ઓછા છ ઝોન પાડવા જાઈએ અને આવા ઝોન વાઈઝ જ પાણીનું વિતરણ કરવાનું એડવાન્સ પ્લાનિંગ કરવું જાઈએ. વોટર વર્કસના અનુભવી અને કાર્યદક્ષ અધિકારી અને કર્મચારીની એક ટીમ તૈયાર કરવી જાઈએ. આજના સમયે આગોતરૂં આયોજન કરી શકે.
હાલનાં હયાત ડેમ ખાસ કરીને આણંદપુર ડેમની અંદર હાલ આપણે મોટા પ્રમાણમાં કાંપ કાઢી શકીએ તેમ છીએ. આવા કાંપ કાઢવાનો આ ઉત્તમ સમય છે. આજુબાજુનાં ખેડુતોને ડેમની અંદરથી આવો કાંપ કાઢીને લઈ જવાની મંજુરી આપવી જાઈએ અને સાથે-સાથે આપણા તરફથી પણ મનપા તંત્ર દ્વારા ડિપાર્ટમેન્ટલી કાંપ કાઢવાની કામગીરી કરવી જોઈએ. જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલ તમામ હાલના હયાત તળાવમાં પણ પુષ્કળ પ્રમાણમાં કાંપ છે. ખાસ કરીને નરસિંહ સરોવર, દાતાર રોડ ઉપર આવેલ તળાવ તથા ઝાંઝરડા રોડ પાસે પણ એક મોટું નિર્જીવ તળાવ છે. તેમાં અને ભવનાથ પાસે પણ સુદર્શન તળાવ છે તેમાં પણ કાંપ કાઢવામાં આવે તો વિપુલ પ્રમાણમાં પાણીનો જથ્થો સંગ્રહ થઈ શકે તેમ છે અને તેમજ આના કારણે આજુબાજુનો તમામ વિસ્તાર જેવો કે તળાવ દરવાજા વિસ્તાર, ઝાંઝરડા વિસ્તાર, કડિયાવાડ વિસ્તારમાં, ભવનાથ વિસ્તાર જેવા શહેરનાં ૬૦ ટકા જેટલા વિસ્તારનાં જમીનની અંદર પાણીના તળ ઉંચા આવે. આવી પાણીની અનેક બાબતોએ ઘણું બધું કામ આગોતરા આયોજનના ભાગરૂપે થઈ શકે તેમ છે.

error: Content is protected !!