જૂનાગઢ જિલ્લામાં પડદા પાછળના કોરોના વોરીયર્સ

0

૪૫૫૩ ચો.કી.થી વધુ વિસ્તારમાં ૪૯૦ ગામડા ધરાવતો જૂનાગઢ જિલ્લો હજુ સુધી કોરોના મુક્ત રહ્યો છે.ગ્રામ્ય વિસ્તારને કોરોના મુક્ત રાખવા અને લોકોના પ્રશ્નોને ન્યાય અપાવવા જિલ્લા પંચાયત ખાતે ૦૨૮૫-૨૬૩૩૧૩૧ નંબર સાથે કંટ્રોલ રૂમ ધમધમતો રહ્યો છે.અન્ય કર્મચારીઓ અધિકારીઓ સાથે કંટ્રોલ રૂમની જવાબદારી સંભાળતા નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી પલ્લવી બારીયાએ ફરજ દરમ્યાનના તેમના અનુભવો શેર કર્યા છે. ગ્રામ્ય વિસ્તારના સરપંચો અને ગામડાના લોકોની જાગૃતિ કાબિલેદાદ રહી છે. ગામમાં કોઇ બહારની વ્યકિત પ્રવેશે તો ૧ કલાકમાં કંટ્રોલરૂમ ને જાણ કરે છે. જેથી આરોગ્યકર્મી દ્વારા તેનું હેલ્થ સ્ક્રીનીંગ થાય અને જરૂર મુજબ હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવે હોમ ક્વોરેન્ટાઇન જાહેર થયેલ વ્યક્તિ ઘર બહાર નીકળે તો પણ કંટ્રોલરૂમને લોકો જાણ કરે છે. જૂનાગઢ જિલ્લામાં ૧૮૪ જેટલા આપદા મિત્રો છે. જેમને એસ.આર.પી. કેમ્પ ગોડલમાં કુદરતી અને કૃત્રિમ આપત્તિ માટે તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. સરપંચ આપદા મિત્રો અને ગ્રામજનો અને વિશેષ પણે મહિલાઓના સહયોગથી ગામને સ્વરછ રાખે છે. ગ્રામ્ય હોમ ક્વોરેન્ટાઇન કમિટીએ અસરકારક કામગીરી કરી છે. સરપંચ, તલાટી,આપદા મિત્ર, આરોગ્ય કાર્યકર સતત જાગૃત રહી ગ્રામ્ય વિસ્તારની એક-એક સમસ્યા કંટ્રોલરૂમ સુધી પહોંચાડવાથી તેનું સમાધાન શક્ય બન્યું છે. લોકોને ઉપયોગી થયાનો આનંદ અને સંતોષ પણ છે. તેમ પલ્લવી બારીયાએ જણાવ્યું હતું
ગામડામાં ફરજ બજાવતી પોલીસ ગ્રામજનો,આરોગ્ય વિભાગ, સરપંચ કોરોનામાં ટીમ ભાવના બની સંકલન થયુ પ્રશ્નો ચોક્કસ આવ્યા પરંતુ તેનું સમાધાન પણ થયું આ આપણા ગામડાંની તાકાત છે. લોકોનું ખમીર છે.
ગામડાના લોકોએ ગામડાંની બોર્ડર જાતે સીલ કરી,ગામમાં કોઈ ગરીબ માણસ ભૂખ્યા ના રહે તેની કાળજી લીધી કોરોનાએ ગ્રામ્ય સંસ્કૃતિની આપણી ભાવના પ્રબળ અને સબળ બનાવી. કંટ્રોલરૂમ ઉપર નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાથે એસ.ડી.એમ.પાર્થ તલસાણીયા અને મામલતદાર ચિરાગ વાડોદરિયા એમ ત્રણ અધિકારીઓ સતત આઠ કલાક ફરજ બજાવી ૨૪ કલાક ધમધમતો રાખવા સાથે ટોચના અધિકારીઓના નિર્ણયોની અસરકારક અમલવારીથી જૂનાગઢ જિલ્લા ૧૦૦ ટકા કોરોના મુક્ત રહ્યો છે.

error: Content is protected !!