જૂનાગઢ કોર્પોરેશને સ્વૈચ્છીક સહયોગી થનાર કોરોના વોરીયર્સ

0

ભવનાથ થી વાડલા ફાટક, સાબલપુર ચોકડી થી આંબેડકર દરવાજા સુધી ફેલાયેલું જૂનાગઢ શહેર હજુ સુધી કોરોના મૂક્ત રહ્યું છે. જેમાં લોકોના સહયોગ સાથે પડદા પાછળ રહી જૂનાગઢ કોર્પોરેશનને સ્વૈચ્છીક સહયોગી થનાર કોરોના વોરીયર્સની ખુબ મોટી ભૂમિકા છે. તેમ નાયબ મ્યૂ.કમિશનરશ્રી જે.એન.લિખિયા તેમના કોરોના લોકડાઉનમાં થયેલા અનુભવો શેર કરતા જણાવ્યું હતું. જયારે માસ્કની અછત હતી મળતા ન હતા ત્યારે અમદાવાદની એક કં૫નીએ સામેથી કોન્ટેક્ટ કરી ૧૧ હજાર જેટલા માસ્ક અને ૫૦ લીટર સેનીટાઇઝર સ્વેચ્છાએ આપ્યું હતું તેમજ જૂનાગઢ શહેરમાં ફયુમીગેશન માટે જરૂરી કેમીકલ ૨ હજાર લીટર હાઇપો ક્લોરાઇડ લીકવીડ ઇન્ડીયન રેયોન, વેરાવળ દ્વારા વિનામૂલ્યે મળ્યું હતું. જૂનાગઢ મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતા ૧૧૨ ઇન્ટર્ન મેડીકલ ડાક્ટરો કે જે હાલ મેડીકલ કોલેજમાં અભ્યાસ કરે છે તેઓ કોર્પોરેશન વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ સર્વે કરી પોતાની સેવાઓ આપી અને કોર્પોરેશનની મેડીકલ ટીમ ઉપરાંત સફાઇ કામદારોએ સ્વચ્છતા તેમજ ફ્યુરીગેશનની કામગીરી સુપેરે પાર પાડી તેમજ લાયન્સ રૂદ્રાક્ષ દ્વારા કોર્પોરેશનના ફ્રન્ટલાઇન કર્મચારીઓના મેડીકલ ચેકઅપની કાર્યવાહી કરી હતી. કોર્પોરેશનની ૧૧૦ સ્ટાફની ટીમે ૧,૯૨,૦૦૦ ફુડ પેકેટ વિવિધ એન.જી.ઓ.ના સહયોગથી કરવામાં રાત-દિવસ મહેનત કરી શહેરમાં કોઇ ભુખ્યું ન રહે તેની મહેનત કરી રહી છે. ફુડ વિતરણની કામગીરી વખતે કેટલીક જગ્યાએ જાગૃત નાગરિક દ્વારા ફુડ પેકેટ તેમને મળી ગયેલ અથવા પોતાને હવે જરૂરીયાત ન હોવાની અન્ય જરૂરીયાતમંદોને ફુડ મળી રહે તેવી પણ રજૂઆતો કરેલ છે.
જૂનાગઢ શહેરમાં વસતા વૃદ્ધો તથા નિરાધારો માટે હેલ્પલાઇન શરૂ કરી ટીફીન, પાર્સલ સુવિધા ઉપલબધ્ધ કરાવી જેમાં, શહેરમાંથી વિવિધ એન.જી.ઓ.ની મદદ લઇ બહુ ટુંકા સમયમાં ૯૫ એન.જી.ઓ.ના સહયોગથી આ ભગીરથ કાર્ય જૂનાગઢ કોર્પોરેશન દ્વારા ચાલી રહેલ છે. નીમ બેઝ ઓર્ગેનીક સેનીટાઇઝર લીક્વીડ કે જેની અંદાજિત કિંમત ૧ લાખ જેટલી થાય છે તે આવા કપરા સમયે કે જ્યારે બજારમાંથી સેનીટાઇઝર લીક્વીડ મેળવવું પણ અઘરૂ છે ત્યારે વડોદરાની એક કંપનીએ સામેથી ફોન કરી વિનામૂલ્યે મદદ માટે પુરૂં પાડેલ છે. મ્યુ. કમિશ્નર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ લોકોના સહયોગથી સમગ્ર જિલ્લાની સાથે શહેરને પણ આપણે કોરોના મૂકત રાખી શકયા તેમાં પડદા પાછળના આ કોરોના વોરીયર્સની મહત્વ ભૂમીકા રહી છે.

error: Content is protected !!