ગુજરાતમાં બાંધકામને શરતી મંજૂરી, કાંડા કાપી લેતી શરતોથી બિલ્ડરો તથા એસોસીએશન અવઢવમાં

0

સોરાષ્ટ્રનાં દરેક જીલ્લામાં લોકડાઉને રિયલ એસ્ટેટને થંભાવી દીધુ છે. બાંધકામ ઉદ્યોગમાં લાંબો સમય સુધી પ્રાણ પુરાય તેમ નથી. લોકડાઉન તા.૩ મે પછી ખુલવાનું છે પરંતુ બાંધકામ ઉદ્યોગને બેઠુ કરવા માટે બિલ્ડરોની લાગણીને લઈને સરકારે થોડી ઘણી છૂટછાટ આપી છે. મહાનગરપાલિકા કે નગરપાલિકાની હદ બહાર આવતી હોય તેવી બાંધકામ સાઈટ ચાલુ કરવાની છૂટ ભલે આપવામાં આવી હોય પરંતુ તેમાં બિલ્ડરો, એસોસિએશનનાં કાંડા કપાઈ જાય તેવી શરતી મંજૂરીને લઈને બિલ્ડરો મુંજાયા છે. ગુજરાતનાં તમામ જીલ્લામાં શહેરને ફરીથી ધબકતુ કરવા માટે તા.ર૦મીથી થોડી ઘણી છૂટછાટ આપવામાં આવી છે.
અર્થતંત્રને પાટે ચડાવવા માટેનાં આ પ્રયાસમાં બાંધકામ ઉદ્યોગ ચાલુ કરવાની છૂટ આપવા સરકારે સકારાત્મક અભિગમ દાખવ્યો છે. વિવિધ જીલ્લા કલેકટરોએ બહાર પાડેલા જાહેરનામામાં મહાનગર પાલિકા અને નગરપાલિકાની હદ બહારનાં વિસ્તારની બાંધકામ સાઈટ ચાલુ કરવાની શરતી પરવાનગી આપી છે. ર૯ જેટલી કડક શરતો મુકવામાં આવી છે. અને તેમાં બિલ્ડર્સ એસોસિએશનની જવાબદારી ફિકસ કરવામાં આવી છે. શરતો એવી છે કે, તેમાં બિલ્ડર્સ એસોસિએશનનાં હોદેદારો જ પુરે પુરી રીતે ફિકસમાં આવી જાય તેમ છે. તેનાં કાંડા કપાઈ જાય તેવી આ શરતોને લઈને બિલ્ડરો મુંજાયા છે. જા કે આ શરતોને આધિન જૂનાગઢ મનપાની હદમાં બાંધકામ સાઈટની પરવાનગી આપવામાં આવશે કે નહી તેનો ફોડ હજુ જૂનાગઢ જીલ્લા જીલ્લા કલેકટરે પાડયો નથી.

આ છે મુખ્ય શરતો, એસોસીએશન કોઈ જવાબદારી લેશે નહી તેવી ચર્ચા
– બાંધકામ સાઈટ ઉપર રોકી દેવાયેલા હોય એ જ મજૂરો પાસેથી સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે એ રીતે તેમની પાસેથી કામ લેવાનું રહેશે.
– જગ્યામાં પ્રવેશ કરતા તમામ વાહનો અને સાધનો સામગ્રીને ફરજિયાતપણે દવાનો છંટકાવ કરીને સેનેટાઇઝડ કરવાનાં રહેશે.
– સાઈટ ઉપરનાં તમામ સ્ટાફ માટે પણ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે અને સેનેટાઇઝરનો સ્ટોક ઉપલબ્ધ રાખવાની જવાબદારી બિલ્ડરોએ નિભાવવાની રહેશે.
– કામદારો માટે આરોગ્યનો વિમો લેવો ફરજિયાત રહેશે.
– કામનાં સ્થળે સ્ટાફની ફરજની પાળીઓ વચ્ચે એક કલાકનું અંતર રાખવાનું રહેશે. આઠ કલાકથી વધુ કામ નહી લઈ શકાય.
– બે વ્યકિત વચ્ચે છ ફૂટનું અંતર રહે એ રીતે કામ કરાવવાનું રહેશે.
– ગુટખા, પાન, બીડી, સિગારેટ વગેરે ઉપર કડક પ્રતિબંધનો અમલ કરાવવાનો રહેશે. પકડાશે તો બિલ્ડર એસોસિએશન સામે પગલા લેવાશે.
– સાઈટ ઉપર સ્ટાફનાં તાપમાન સ્ક્રીનિંગ માટેની વ્યવસ્થા કરવાની રહેશે.

તમામ સાઈટ ઉપર શરતોનું પાલન કરાવવું એસો. માટે કઈ રીતે શકય બનશે ?
જૂનાગઢ શહેર બહારની બાંધકામ સાઈટ ઉપર સરકારે જે શરતી મંજૂરી આપી છે એ શરતોનું પાલન થાય છે કે નહી એ જોવાનું હોય એસોસિએશનનાં હોદેદારો માટે કઈ રીતે શકય બનશે ? એ સહિતનાં જે પ્રશ્નો છે તેની ચર્ચા માટે એસોસિએશનનાં પ્રતિનિધિઓ રાજયકક્ષાએ મળવાના છે.

બાંધકામ ચાલુ કરવા દેવા ૪૦૦ અરજીનાં ઢગલા થયા
જયારે લોકડાઉન વધારીને તા.૩ મે સુધી લંબાવવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી હતી ત્યારે તેની સાથે એવી છૂટ પણ આપી હતી કે, જે શહેરમાં, ગામમાં સ્થિતી ચિંતાજનક નહી હોય ત્યાં સ્થાનિક પ્રશાસન છૂટછાટ આપવાનો નિર્ણય લઈ શકશે. આ જાહેરાત પછી જૂનાગઢ કલેકટર પાસે મંજૂરી માટેની અરજીનાં ઢગલા શરૂ થવા લાગ્યા છે. બાંધકામ સાઈટ માટે વધુ અરજી આવી હોવાનું બહાર આવ્યું છે કે હજુ સુધી અનિર્ણિત તરીકે રખાયેલી છે.

error: Content is protected !!