લોકડાઉન દરમ્યાન કપરા સમયમાં પડખે ઉભી રહેતી જૂનાગઢ પોલીસ

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય લોકોને બહાર ન નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા હાલમાં લોકડાઉન પછી મજૂરોને કોરોના વાયરસનાં સંક્રમણ અટકાવવા માટે પોતાના વતનમાં જવા અટકાવેલા છે. જે પૈકી ૪૫ જેટલા રસોઈ કામ કરતા તેમજ કેટરિંગનું કામ કરતા યુવાનો જે ગ્રાન્ડ પટેલ રેસ્ટોરન્ટમાં કામ કરતાં હતાં ત્યાં રેસ્ટોરન્ટના માલિક વિનુભાઈ પટેલ દ્વારા તેઓની રહેવાની તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
હાલમાં લોકડાઉન તા. ૩-૫-૨૦ સુધી વધારવામાં આવેલ હોય આ ૪૫ કામ કરતા રસોઈયા પૈકી અમુક લોકો રાજસ્થાન, મહારાષ્ટ્ર જવાની જીદ પકડેલી હોવાની રજુઆત રેસ્ટોરન્ટના માલિક વિનુભાઈ પટેલ દ્વારા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને કરવામાં આવતાં જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘની સૂચનાનાં આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી. બારીયા તથા ટ્રાફિક શાખાના પીએસઆઇ એ.સી. ઝાલા, હે.કો. ઝવેરગીરી, અશોકભાઈ, સંજયભાઈ, કમલેશભાઈ, કમાન્ડો ભગાભાઈ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતની ટીમ દ્વારા જાતે ત્યાં જઈ ગ્રાન્ડ પટેલ રેસ્ટોરન્ટ ખાતે રાખવામાં આવેલ મજૂરોને રૂબરૂ મળી હાલમાં જ્યાં સુધી લોકડાઉન ચાલુ છે ત્યારે વાહન વ્યવહાર બંધ હોય તેઓ રાજસ્થાન કે મહારાષ્ટ્ર જઈ શકશે નહીં. પોતાના શેઠ દ્વારા તેઓ તમામની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ હોય આવી સગવડ અન્ય કારીગરોને કોઈએ કરી આપી નથી તેવી સમજણ આપવામાં આવેલ હતી. ઉપરાંત તમામ કારીગરો તથા રસોઈયાઓને સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવા તથા માસ્ક પહેરવા પણ સમજ આપવામાં આવી હતી. જૂનાગઢ પોલીસ દ્વારા વ્યવસ્થિત સમજાવવામાં આવતા તમામ કારીગરો જ્યાં સુધી લોકડાઉન ચાલુ રહે ત્યાં સુધી અહીંયા જ રહેવા સહમત થયા હતા. પોલીસ દ્વારા તેઓને કોઈ પ્રશ્ન હોય તો મોબાઈલ નંબર આપી જાણ કરવા જણાવવામાં આવેલ હતું.  જૂનાગઢ પોલીસની લોકડાઉન પિરિયડ દરમ્યાન કપરા સમયમાં પડખે ઉભા રહી સંતોષકારક સમજણ આપવામાં આવતા કારીગરો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. લોકડાઉન હાલમાં લંબાવેલ હોય તમામ મજૂરોએ પોતાની માલિક દ્વારા કરવામાં આવેલ સગવડ અંગે સંતોષ વ્યક્ત કરવામાં આવેલ હતો.

error: Content is protected !!