ઉપલા દાતારબાપુની જગ્યાએ દર્શનાર્થે જનાર ભાવિકોને વન વિભાગ દ્વારા પ્રવેશ આપવા માંગણી

લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર અને કોમી એકતાના સ્વરૂપ ઉપલા દાતારબાપુની જગ્યા ખાતે દર્શનાર્થે આવનારા સેવકોને વન વિભાગ દ્વારા પ્રવેશ નહી અપાતા અનેક સેવકો અને શ્રદ્ધાળુઓ નિરાશ બન્યા હતા. આ અંગેની મળતી વિગત અનુસાર રાજય સરકાર દ્વારા ૮મી જુનથી ધાર્મીક સ્થળોને છુટછાટ આપી અને નિયમ મુજબ દર્શાનાર્થીઓ માટે ખોલવાની મંજુરી આપી દીધી હતી અને ધાર્મીક સ્થળોના સંચાલકો દ્વારા પણ સરકારના નિયમ મુજબ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. દરમ્યાન ઉપલા દાતારબાપુની જગ્યા ખાતે દર્શને જવા માટે વન વિભાગ દ્વારા ભાવીકો માટે ગેટ નહી ખોલવામાં આવતા ભાવિકોની લાગણી દુભાય છે. દરમ્યાન ઉપલા દાતારના મહંત શ્રી ભીમબાપુ દ્વારા તંત્રને અનુરોધ કર્યો છે કે, જ્યારે રાજ્યના મહત્તમ ધર્મસ્થાનો દર્શન માટે ખુલી ગયા છે ત્યારે દાતારની જગ્યાએ જવા વન વિભાગ દ્વારા ગેટ ખોલવામાં નહિ આવતા યાત્રિકો જે દૂર દૂરથી દાતારના દર્શને આવ્યા હતા તે નિરાશ થઈ બે ત્રણ કલાકની રાહ જાઈ પરત ફર્યા હતા. જગ્યા ખાતે યાત્રિકોને દર્શન માટેની તમામ તૈયારીઓ કરી લેવાય હતી, એક દિવસ અગાઉ જગ્યાને સેનીટાઈઝર પણ મનપા તંત્ર દ્વારા કરાય હતી છતાં પણ યાત્રિકોને પ્રવેશ ના અપાતા દાતારના દર્શન કરવા આવેલા ભાવિકોમાં નારાજગી જોવા મળી હતી અને બાપુ દ્વારા સરકાર અને તંત્રને આ બાબતે સંકલન કરી વહેલી તકે નિરાકરણ લાવવા અપીલ કરાય છે. ઉપરાંત ગિર સોમનાથ જીલ્લામાં આવેલ જંગલ વિસ્તારનાં તુલીશ્યામ, બાળેજ કનકાઈ મતાજીનાં મંદિર ખોલવા ભાવિકોમાં માંગણી ઉઠી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!