વેરાવળની તાંતીવેલા સીમમાં જુગાર રમતા ૭ શખ્સોને ઝડપી લેતી પોલીસ

0

જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનિંદર પ્રતાપસિંઘ પવારની સુચના અને સાયબર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ કે.કે. ઝાલાના માર્ગદર્શન મુજબ એએસઆઈ જે.બી. કુરેશી અને સ્ટાફે ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમીના આધારે તાંતીવેલા ગામની સીમમાં જુગાર દરડો પાડી જાહેરમાં જુગાર રમતા વલીભાઈ મહમદભાઈ કુંભારીયા, અસલમ મહમદ સીદી, સરફરાજ યુસુફભાઈ પટેલ, ગફરભાઈ કાલુભાઈ અલ્લવી, હારૂનભાઈ નુરમહંમદભાઈ મિરજા, અનવરભાઈ ઈસ્માઈલભાઈ હાલા, ફારૂકભાઈ મહમંદભાઈ જગસાઈ (રહે. તમામ વેરાવળ)ને રોકડ રૂ. ૩૬,૦૦૦, મોટરસાઈકલ, મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૧,૧૧,પ૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગારધારાની કલમ અંતર્ગત કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!