ચોરી, લૂંટ સહીત બે ડઝન ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી લેતી જૂનાગઢ પોલીસ

0

ચોરી, લૂંટ સહીતનાં બે ડઝન જેટલા ગુનાઓમાં સંડોવાયેલ આરોપીને પોલીસે ઝડપી લીધેલ છે. અને તેની પાસેથી પોકેટ કોપ એપ્લીકેશનનાં માધ્યમથી ગુનાહીત ઈતિહાસની માહિતી મેળવી તેનાં વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢ રેન્જના ડીઆઇજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જીલ્લામાં બનતા ઘરફોડ ચોરી, વાહન ચોરી, જેવા મિલકત વિરૂધ્ધના ગુન્હાઓ શોધી કાઢી, આરોપીઓને પકડી પાડી, મુદામાલ કબ્જે કરવા માટે જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સુચનાઓ કરવામાં આવેલ છે. જેનાં ભાગરૂપે જૂનાગઢ ડિવિઝનનાં ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા એ ડીવિ.પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. જે.પી.ગોસાઇના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન આસી. સબ ઇન્સ. આર.એમ. સોલંકી તથા સ્ટાફના વિક્રમસિંહ, સુભાષભાઈ, અનકભાઈ, પ્રવીણભાઈ, વનરાજસિંહ, દિનેશભાઈ સહિતના સ્ટાફની ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન અનકભાઇ તથા સુભાષભાઇને એવી બાતમી મળી હતી કે અજંટા ટોકીઝ પાસેથી પૈસાની લૂંટ કરનાર શખ્સ તાર બંગલા પાસે ઉભેલ છે એ હકીકતને આધારે ત્યાં જઈ લૂંટ કરનાર આરોપી નામે મેરાજશા ઉર્ફે ગભરૂ ઈસ્માઈલશા રફાઇ (ઉ.વ. ૨૨ રહે. જુનાગઢ, તાર બંગલા પાસે)ને લૂંટમાં ગયેલ મુદામાલ રોકડ રૂપિયા સાથે પકડી પાડી, ધરપકડ કરી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી મેરાજશાં ઉર્ફે ગભરૂની પૂછરછ કરતા, તેને આ લૂંટ ન કરી હોય એવુ જ રટણ કરતો હોય, પરંતુ પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા, પોતે આ લૂંટ કરેલાની કબૂલાત કરવામાં આવેલ હતી. ઉપરાંત, આ લૂંટના ગુન્હામાં લૂંટવામાં આવેલ રોકડ રકમ પણ રજૂ કરવામાં આવતા કબ્જે કરવામાં આવેલ હતી. જેનાં ભાગરૂપે જૂનાગઢ ડીવિઝનના ડીવાય એસપી પ્રદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ. જે.પી. ગોસાઈ તથા સ્ટાફની પોલીસ ટીમ દ્વારા પોકેટ કોપ એપ્લકેશનમાં આરોપી અંગે સર્ચ કરવામાં આવતા, આરોપી મેરાજશા ઉર્ફે ગભરૂ ભૂતકાળમાં સને ૨૦૧૬ થી આજ દિન સુધીમાં ઘરફોડ ચોરી, વાહન ચોરી, સાદી ચોરી, લૂંટ, હથિયારધારા ભંગ તથા મારામારી તેમજ અટકાયતી પગલાંના આશરે ૨૪ જેટલા બે ડઝન જેટલા ગુનાઓમા જૂનાગઢ શહેરના એ ડિવિઝન તથા બી ડિવિઝન, વંથલી ખાતે પકડાયેલ હોવાનુ પોકેટ કોપ એપ્લકેશન આધારે જાણવા મળેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!