કેશોદ તાલુકા સહીતના આજુબાજુના વિસ્તારોમાં ગઈ કાલથી ભારે વરસાદ થવાથી અનેક વિસ્તારોમાં પાણી પાણી જોવા મળી રહયું છે. ભારે વરસાદથી કેશોદ તાલુકાના નદી નાળા ચેકડેમો છલકાયા છે. ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. ખેતરોમાં પાણી ભરાતાં દરિયા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કેશોદના માણેકવાડા ગામે આવેલ માલબાપાના મંદિરમાં પાણી ઘુંસી ગયું છે. વંથલીની ઓઝત વિયર છલકાતા અને ખોરાસા સાબલી નદી છલકાતા ખોરાસા ડેમના બારા ખોલવામાં આવ્યા હતા જેથી ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. તંત્ર દ્વારા નિચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવેલ હોવાનું પણ જાણવા મળી રહયું છે. હાલમાં પણ ધીમીધારે મેઘસવારી યથાવત જ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews