કેશોદ તાલુકાનાં બામણાસા ઘેડ ખાતે સાંબલી નદીનો ઉપરનો જર્જરીત પુલ ધરાશાયી થતાં બામણાસા અને પાડોદર વચ્ચેનો રસ્તો બંધ થયો હતો અને સીમ વિસ્તારના ખેડુતો ફસાયા હતાં ઘટનાની જાણ થતાં જૂનાગઢ જિલ્લા પંચાયત કાર્યપાલક ઇજનેર, કેશોદ મામલતદાર તેમજ કેશોદ તાલુકા વિકાસ અધિકારી ઘટના સ્થળે પહોંચી ફસાયેલા ખેડુતો તાત્કાલીક અવર જવર કરી શકે તે માટે ટ્રોલી જેવી વૈકલ્પીક વ્યવસ્થા કરવા સરપંચ સાથે ચર્ચા કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે બામણાસા કેશોદ જવા વાયા પાડોદરનો ૪ કીમી રસ્તો ૧ કરોડના ખર્ચે બનાવી નંખાયો પરંતુ જર્જરીત પુલની ગ્રામપંચાયત દ્વારા ૯૮ લાખની દરખાસ્ત તૈયાર કરી ૨૦૧૯ તેમજ ૨૦૨૦ માં રજુઆત કરવામાં આવી હતી પરંતુ નવો પુલ ન બનતાં બામણાસા અને પાડોદર વચ્ચે અવર જવર અટકી પડી હતી અને ઘેડ પંથક જળબંબાકાર સર્જાતાં કયાંય જઇ ન શકાય તેવી પરિસ્થીતી વચ્ચે ખેડુતો ફસાયા હતાં. સિંચાઈ વિભાગ પાસે રેકર્ડ ન હતું. લોકોએ કહ્યું પુલ૧૯૯૧માં બન્યો હતો.બંને ગામ માટે કેશોદથી ચંદીગઢ, પીપળી થઈને પાળોદર રોડ, કેશોદથી મંગલપુર, મુળીયાસા-બામણાસા રોડ, આખા-બામણાસા રોડ, બાલાગામ-બામણાસા રોડ વૈકલ્પીક ઉપાય છે.તંત્ર દ્વારા રસ્તો બંધ કરાવી સુચના બોર્ડ મારવામાં આવ્યું છે. આ ઉપરાંત રસ્તાનાં ડાયવર્ઝનની વિગત દર્શાવતા બોર્ડ અને પુલની બંને બાજુ આડસ ઉભી કરી દેવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews