જૂનાગઢ જીલ્લામાં સાર્વત્રીક મેઘવર્ષા : ડેમો થયા ઓવરફલો

0

જૂનાગઢ સહીત સોરઠ પંથકમાં રવિવારથી જ એટલે કે ગુરૂપૂર્ણિમાનાં પવિત્ર દિવસથી મેઘરાજાએ કૃપા વરસાવી હોય તેમ અવિરત મેઘસવારી ચાલુ રહી છે. ગઈકાલે સોમવારે પણ સતત મેઘા વર્ષા રહી હતી. અને દિવસ દરમ્યાન હળવાથી ભારે વરસાદનો દોર રહયો હતો. વિલીંગ્ડન ડેમ, આણંદપુર ડેમ, બાંટવા ખારો, ઓઝત, શાપુર, ઓઝત વંથલી, સાબલી, રાવલ ડેમ ઓવરફલો થઈ ગયા છે. અને ધીમીધારે વરસાદનું આગમન આજે પણ રહયું છે. વહેલી સવારે એકધારો વરસાદ પડયો હતો. જૂનાગઢ શહેર અને જીલ્લાનાં વિવિધ તાલુકામાં સાર્વત્રીક વરસાદ નોંધાયાનાં અહેવાલ છે. જૂનાગઢ જીલ્લા ફલ્ડ કંટ્રોલ રૂમનાં જણાવ્યા અનુસાર આજે સવારે પુરા થતાં ર૪ કલાક દરમ્યાન કેશોદમાં પ૧ મીમી, જૂનાગઢ સીટી રર મીમી, જૂનાગઢ ગ્રામ્ય રર મીમી, ભેંસાણ ર૬ મીમી, મેંદરડા ૩પ મીમી, માંગરોળ ૬૮ મીમી, માણાવદર ૬૮ મીમી, માળીયા હાટીના ૪૭ મીમી, વંથલી ૪ર મીમી અને વિસાવદર ૩૮ મીમી જેવો વરસાદ નોંધાયો છે. જયારે આજે સવારે ૬ થી ૮ દરમ્યાન પુરા થતાં ર૪ કલાક દરમ્યાન કેશોદમાં ૧પ મીમી, જૂનાગઢ સીટી ર૬ મીમી, જૂનાગઢ ગ્રામ્ય ર૬ મીમી, ભેંસાણ ૩ મીમી, મેંદરડા ૧૪ મીમી, માંગરોળ ૪ મીમી, માણાવદર પપ મીમી, માળીયા હાટીના બે મીમી, વંથલી ૪૦ મીમી અને વિસાવદર પાંચ મીમી વરસાદ નોંધાયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!