જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાનાં કેસોમાં સતત વધારો


જૂનાગઢ જિલ્લામાં કોરોનાના ગઈકાલે વધુ ૬ કેસ નોંધાયા છે જેમાંથી ૪ કેસ જૂનાગઢ સીટીના જયારે એક જૂનાગઢના ચોકલીનો અને ૧ કેસ વિસાવદરનાં હરિપુરનો છે. ગઈકાલે જૂનાગઢ જિલ્લામાં કોરોનાના ૬ પુરૂષોના નોંધાયેલા કેસમાંથી ૪ કેસ જૂનાગઢમાં નોંધાયા છે જેમાં દોલતપરામાં માધવ કોમ્પ્લેક્ષમાં રહેતા ર૮ વર્ષીય પુરૂષ, ખ્વાજાનગરમાં ૬પ વર્ષીય પુરૂષ, ઝાંઝરડા રોડ સ્થિત દિપાલી પાર્ક સોસાયટીમાં રહેતા ૩પ વર્ષીય પુરૂષ અને ઓઘડનગરમાં રહેતા ૧૬ વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જયારે ૧ કેસ ચોકલી ગામના ૪પ વર્ષીય પુરૂષનો છે. વિસાવદરનાં હરિપુર ગામે ર૬ વર્ષનાં પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જૂનાગઢ જિલ્લામાં કોરોનાનાં નોંધાયેલા કુલ ૧૭૦ કેસમાંથી એકટીવ કેસ ૮૬ દર્દી છે. ૪ દર્દીઓનાં મૃત્યું થયા છે અને ૮૦ દર્દીઓને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. કોરોનાનાં નોંધાયેલા કુલ કેસમાં જૂનાગઢ સીટી તેમજ જૂનાગઢ, વંથલી, ભેંસાણ, વિસાવદર, માણાવદર, માળીયાહાટીના અને કેશોદ તાલુકાના કેસોનો સમાવેશ થાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!