ગીર સોમનાથ જીલ્લાનાં કોડીનારનાં નીઝામભાઈ ઈશુબભાઈ બ્લોચ ઉ.વ. ર૯એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, માળીયા હાટીના તાલુકાનાં ગળોદર – ભંડુરી ગામ વચ્ચે નેશનલ હાઈવે ઉપર બનેલા બનાવમાં ફરીયાદીને ટ્રક આડે જામકંડોરણા ગામનાં સંજયભાઈ કેશુભાઈ રાઠોડ, અનીલભાઈ કેશુભાઈ રાઠોડ, દિનેશભાઈ ઈશ્વરભાઈ રાઠોડ વગેરેએ મોટર સાયકલ ઉભું રાખી ટ્રક રોકાવી ફરીયાદી તથા સાહેદને ઢીકાપાટુનો માર મારી તેમજ ફરીયાદીનાં ટર્કની ચાવી તથા મોબાઈલ સાથે રૂ. ૧૦૦૦ની લુંટ કરી તથા સીમેન્ટની ટપાલ ફાડી નાખી રૂ. ૪૦૦૦ ભરેલ પાકીટ ઝપાઝપી દરમ્યાન પડી ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા આ બનાવ અંગે આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે જેની વધુ તપાસ માળીયા હાટીના પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એચ.વી. રાઠોડ ચલાવી રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews