જૂનાગઢ તાલુકાનાં પત્રાપર ગામેથી દેશી હાથ બનાવટની પિસ્ટલ અને કાર્ટિઝ સાથે શખ્સ ઝડપાયો

0

જૂનાગઢ તાલુકાનાં પત્રાપર ગામેથી દેશી હાથ બનાવટની પિસ્ટલ અને કાર્ટીઝ સાથે એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર એસઓજીનાં પો.હે.કો. એમ.વી. કુવાડીયા અને સ્ટાફે પત્રાપરનાં બસસ્ટેશન નજીકથી રામદે ગોવિંદભાઈ ઝાલા (ઉ.વ.૩ર) પત્રાપર વાળાને દેશી હાથ બનાવટની પિસ્ટલ એક તથા કાર્ટીઝો સાથે ઝડપી લીધેલ છે. પિસ્ટલ રૂ.૧પ હજાર તથા ત્રણ જીવતા કાર્ટીઝ રૂ. ૩૦૦ મળી કુલ રૂ. ૧પ,૩૦૦નો મુદામાલ જપ્ત કરેલ છે. આ પિસ્ટલ અને કાર્ટિજ ગોરખપુરનાં રોહન બચ્ચાયાદવ પાસેથી આરોપીએ મેળવ્યા હોવાનું બહાર આવતા બંને સામે આર્મ્સ એકટ અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!