માણાવદર તાલુકાનાં વેળવા ખાતે રહેતાં બાવનજીભાઈ કેશવભાઈ મકવાણાએ પોલીસમાં આ કામનાં આરોપી હમીરભાઈ વિરાભાઈ કરમટા, લીલાખાનો રહીશ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી પોતાની કાયદેસરની ફરજ ઉપર હોય ત્યારે આ કામનાં આરોપીઓ પોતાની ભેંસો ચરાવવા જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ કરતા ફરીયાદીએ જંગલમાંથી ભેંસો લઈને જતા રહેવાનું કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને આરોપી હમીરભાઈએ ફરીયાદીનો કાંઠલો પકડી લીધેલ તેમજ લાકડી વડે માથાનાં ભાગે ઈજા કરી તેમજ જમણી આંખ નીચે ગાલનાં ભાગે ઈજા પહોંચાડી તથા બંને આરોપીઓએ ઢીકાપાટુનો મારમારી તેમજ ફરીયાદી જંગલ ખાતાના ગાર્ડને ફોન કરવા જતાં હતાં ત્યારે આરોપીઓએ ફરીયાદીનો ફોન લઈ વોંકળામાં નાંખી દઈ નુકશાન કરતાં પોલીસે આ બનાવ અંગે આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews