જૂનાગઢ, નાંદરખી, ચોરવાડનાં ખેરા તથા માળીયા હાટીનાનાં જુથળ ગામે જુગાર દરોડા

0

જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ અનકભાઈ ભીખુભાઈ અને સ્ટાફે રાણવાળી ખાણ નજીક જુગાર અંગે દરોડો પાડતાં ૪ શખ્સોને જાહેરમાં જુગાર રમતાં કુલ રૂા.૧૧૭પનાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જયારે અન્ય એક દરોડામાં વંથલી પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ બાલુભાઈ લીલાભાઈ અને સ્ટાફે વંથલી તાલુકાનાં નાંદરખી ગામે જુગાર અંગે દરોડો પાડતાં ત્યાંથી ૭ શખ્સોને ૬૮૭૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જયારે ચોરવાડ પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.એચ.કોડીયાતર અને સ્ટાફે ચોરવાડનાં ખેરા ગામે જુગાર અંગે દરોડો પાડતાં ત્યાંથી પાંચ શખ્સોને ૧૦૮૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. તેમજ અન્ય એક દરોડામાં માળીયા હાટીનાં પોલીસ સ્ટેશનનાં એએસઆઈ વાય.એન.વાળા અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે માળીયા હાટીનાનાં જુથળ ગામે જુગાર અંગે દરોડો પાડતાં ૪ શખ્સોને કુલ રૂા.૧૩૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ ઝડપાયેલાં તમામ શખ્સો વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!