જૂનાગઢનાં રાજીવનગરમાં જુના મનદુઃખે મારામારી : સામસામી ફરીયાદ

જૂનાગઢનાં રાજીવનગર ખાતે રહેતાં રમેશકુમાર મગનભાઈ ચુડાસમાએ પોલીસમાં આ કામનાં આરોપી વિજયાબેન, વિજયાબેનનો દિકરો કિશન, વિશાલ તથા મિલન વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી રમેશકુમારની ત્રણ દિકરીઓ ઘરેથી બ્યુટીપાર્લર જતી હતી ત્યરે આરોપી વિજયાબેન તથા તેનાં દિકરાએ ફરીયાદીની દિકરીઓને રોકી કહેલ કે તમે પોલીસ કેસ કરીને શું કરી લીધેલ ? આરોપીઓ ગાળો બોલવા લાગતા આ કામનાં ફરીયાદી રમેશકુમારની દિકરી ક્રિષ્નાબેનએ ફરીયાદીનાં ઘરે જઈ વાત કરેલ જેથી ફરીયાદી તેની દિકરીઓને બચાવવા જતા બનાવવાળી જગ્યાએ ફરીયાદીની દિકરીઓ સાથે આરોપીઓ ઝપાઝપી કરતાં હોય તેમજ આરોપી કિશન ફરીયાદીની દિકરી પ્રિયંકાને લાકડી મારવા જતા ફરીયાદીએ આડો હાથ રાખતા તેને ડાબા હાથમાં ઈજા પહોંચી છે તેમજ આરોપીઓએ છુટા પથ્થરોના ઘા મારતાં ફરીયાદીને ડાબા પગમાં ઈજા થયેલ જેથી પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે આ બનાવ અંગે સામાપક્ષે પણ વિજયાબેન દલપતભાઈ મકવાણાએ પોલીસમાં આ કામનાં આરોપી રમેશભાઈ મગનભાઈ ચુડાસમા, ગીતાબેન રમેશભાઈ ચુડાસમા, ભાવનાબેન રમેશભાઈ, પ્રિયંકાબેન રમેશભાઈ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપી ભાવનાબેનની સગાઈ થોડા સમય પહેલા થયેલ હોય જેના પતિ સુનીલ સામે બળાત્કારનો કેસ થયેલ હોય જેથી ફરીયાદીની દિકરી કિરણએ આરોપી રમેશભાઈને પુછેલ કે આ ભાવનાના ઘરવાળાનું છાપામાં આવેલ છે તે સાચી વાત છે જે બાબતનું મનદુઃખ રાખી તેમજ સાહેદ કિશન વિરૂધ્ધ આરોપીઓએ ચાર-પાંચ દિવસ પહેલા પોલીસ ફરીયાદ કરેલ જે મનદુઃખ રાખી ફરીયાદી તથા સાહેદ કિશન જતા હતા ત્યારે રસ્તામાં આરોપી રમેશભાઈએ પાઈપ ફરીયાદીના પગમાં તથા વાસામાં મારેલ તેમજ આરોપી ભાવનાબેનએ ફરીયાદીને લાકડી તેમજ સાહેદને હાથમાં છરી મારી ગાળો આપી એકબીજાની મદદગારી કરતાં પોલીસે આ બનાવ અંગે બંને પક્ષોની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!